જન્મદિને ગેટ-ટુ-ગેધર થકી મિત્રો-સંબંધીઓ પાસેથી શુભકામના આશિર્વાદ મેળવતા અપુર્વ મણિયાર
કયારેક કોઈક અવસરે એકબીજાને મળીએ તો લાગણીઓ ગુલમહોર બનીને પાંગરે ઉમંગના ફળો ફૂટે, સગા સંબંધી મિત્રો સાથે હળતા મળતા રહીએ તો માનવ સંબંધો જીવંત રહે’ જેવા સિંધ્ધાંતો ધરાવતા સ્વ. પ્રવિણભાઈ મણિયાર કે જેઓને સૌવ ‘કાકા’ના નામથી ઓળખતા હતા. જેમના સુપુત્ર અપૂર્વભાઈ મણિયારે ‘કાકા’ના સિધ્ધાંતોને યાદ કરી પોતાના જન્મદિન નિમિતે ગેટ-ટૂ-ગેધર કાર્યક્રમનું આયોજન કર્યું હતુ.
અપૂર્વભાઈ મણિયારના જન્મદિન નિમિતે શહેરનાં ૧૫૦ ફૂટ રીંગરોડ પર આવેલા મોમેન્ટ પાર્ટી પ્લોટ ખાતે ગેટ-ટુ-ગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મણિયાર પરિવારના સદસ્યો સાથે સગા-સંબંધીઓ ઉપરાંત મિત્રો સાથે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અબતક સાથેની વાતચીતમાં અર્પૂવભાઈ મણિયારે જણાવતા કહ્યું હતુ કે જન્મદિવસ નિમિતે એક ગેટ-ટુ-ગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મારા પિતાનું હંમેશા એવું માનવું હતુ કે સાથે એક બીજાને મળતા રહેવું અને મળીએ તોજ સંબંધો વિકસે અને સ્વભાવીક છે કે પિતાના દેવ થયા બે વર્ષ જેવો સમયગાળો થયો એટલે તેમની યાદમાં મારા જન્મદિન નિમિતે ગેટ-ટુ-ગેધર કાર્યક્રમનું આયોજન કર્યું છે.
અને પ્રવિણભાઈ મણિયાર જેમને લોકો ‘કાકા’ તરીકે ઓળખતા હતા તેમના સંભારણાની વાત કરતા અર્પૂવભાઈ મણિયારે જણાવ્યું હતુ કે ચાર પાંચ વષૅના હતા ત્યારથી પિતા સાથે આંગળી પકડીને આરએસએસની શાખાઓમાં જવાનું શ‚ કર્યું મોટા થતા ગયા તેમ દેશભકિતના રંગોમાં રંગાતા રહ્યા, શિશુ મંદિર અને વીવીપીના કામો જોડાતા રહ્યા જે. દરમિયાન અભ્યાસ પૂરો કરી બિલ્ડીંગના બાંધકામના બિઝનેસમાં જોડાણ સાથે સાથે સમાજ સેવાના અને રાષ્ટ્રસેવાના કામો પણ પિતાએ નાનપણથી શિખવ્યા છે.