ઈન્દ્રપ્રસ્થનગર સ્થા. જૈન સંઘ, મહેતા ઉપાશ્રય ખાતે પૂ.ધીરગુરૂદેવના આજ્ઞાનુવર્તી મહાપરાક્રમી ગુરૂમા પૂ.નર્મદાબાઈ મ.સ.એ સંથારામાં ભાવના ભાવી કે મારે તો પ્રભુ સીમંધર સ્વામીના શરણે જાવું છે.
ગોંડલ ગચ્છ શિરોમણી પૂ.જશરાજજી મ. સા., પૂ. ધીરજમુનિ મ. સા., પૂ.નમ્રમુનિ મ. સા. એ એક સંદેશામાં જણાવેલ કે, પરમ મંગલ આરાધના સ્વરૂપ મહાસતીજીને કોટી કોટી વંદન વિદુષી મહાસતીજીએ કર્મ સામે કેસરીયા કરી મૃત્યુને મહોત્સવ બનાવવા જે પુરુષાર્થ આદર્યો છે તે પ્રશંસનીય છે.
આજે આજીવન સંથારાના ત્રીજા દિવસે પૂ.સોનલબાઈ મ.સ. આદિ, પૂ.અજીતાબાઈ મ.સ.આદિ, પૂ.સૂર્ય-વિજય મ.સ.પરિવાર, અજરામરના પૂ.પ્રમોદિનીબાઈ મ.સ.આદિ સુખસાતા પૃચ્છાર્થે પધારતા દિવ્યતા પ્રસરી હતી. પૂ.સરોજબાઈ મ.સ., પૂ.જશુબાઈ મ.સ., પૂ.પ્રફુલાબાઈ મ.સ. આદિ સહભાગી બની રહ્યાં છે.
ગોંડલ સંપ્રદાય વરિષ્ઠા સાધ્વીજી પૂ.પ્રાણકુંવરબાઈ મ.સ., શાસન ચંદ્રિકા પૂ.હીરાબાઈ મ.સ., પૂ.જયોતિબાઈ મ.સ., પૂ.ત‚બાઈ મ.સ., પૂ.નયનાજી મ.સ., પૂ. વીણાજી મ. સ. વગેરે ગોપાલના પૂ.રામ ઉત્તમકુમાર મ.સ. ઠાણા-૧૧ તથા ૮૫ મહાસતીજી, પૂ.વિમલાજી મ.સ. આદિએ સાતાપૃચ્છા કરેલ.
સંથારાયાત્રા મહોત્સવમાં વિદેશ વસતા જગદીશ અને રેણુ મહેતા, રંજના અને જયંત કામદાર, વીરચંદ પરસોત્તમ પટેલ, જશવંતીબેન શાંતિલાલ દોશી, કુંદનબેન નવીનભાઈ દોશી, કેસરબેન નરભેરામ શાહ વગેરે સહભાગી બની રહ્યાં છે.ઈન્દ્રપ્રસ્થનગર સંઘ તથા અન્ય સંઘોના સેવાભાવી સંનિષ્ઠ કાર્યકર સેવારત છે. ઈન્દ્રપ્રસ્થનગર તીર્થભૂમિ બની ગઈ છે. પૂ.ગુરુમાના ઉપાસક મીતાબેન શેઠ લંડનથી ૩ કલાક માટે આવીને દર્શન-પર્યુપાસનાનો લાભ લઈને ધન્યભાગી બન્યા હતા.