- વોકહાર્ટ હોસ્પિટલમાં ધોરાજીના દર્દીની સફળ સારવાર
- કાર્ડિયોલોજીસ્ટ ડો.ધર્મેશ સોલંકી અને જયદીપ દેસાઇએ દર્દીને આપ્યું નવજીવન
તાજેતરમાં વોકહાર્ટ હોસ્પિટલ ખાતે ધોરાજીથી એક દર્દીને છાતીમાં દુખાવાની તકલીફ સાથે દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર ધોરાજીમાંથી લીધી હતી ત્યારબાદ વધુ સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલમાં આવ્યા હતા.
દર્દીની સારવાર હોસ્પિટલના નિષ્ણાંત કાર્ડીયોલોજીસ્ટ ડો.ધર્મેશ સોલંકી અને ડો. જયદિપ દેસાઈની દેખરેખ હેઠળ શરૂ કરવામાં આવી. જ્યાં તેમની હૃદયની નળીઓની તપાસ (એન્જિયોગ્રાફી) કરતા એવું જણાવ્યું કે હૃદયની ડાબી બાજુની મુખ્ય નળીમાં કઠણ ક્ષાર (કેલ્શિફાઈડ) હોવાથી બ્લોક થઇ ગઇ છે.
સામાન્ય રીતે આવી જટીલ બીમારીમાં મોટા ભાગે બાયપાસ ઓપરેશન કરવું પડતું હોય છે. પરંતુ આધુનિક પધ્ધતિ આઈ.વી.એલ (ઈન્ફ્રા વાસ્કયુલર લીથોટ્રીપ્સી) દ્વારા વાઢકાપ વગર અઘરી જણાતી એન્જીયોપ્લાસ્ટીની સારવાર હોસ્પિટલના સિનીયર ઈન્ટરવેન્શનલ કાર્ડીયોલોજીસ્ટ ડો.ધર્મેશ સોલંકી અને ડો.જયદિપ દેસાઈ દ્વારા વોકહાર્ટ હોસ્પિટલ ખાતે સફળતાપૂર્વક કરવામાં આવી હતી.
ઉપરોક્ત દર્દીની સફળ સારવાર બાદ થોડા સમય પછી અન્ય આ જ પ્રકારનું હૃદયની નળીનુ બ્લોકેજ ધરાવતા દર્દીને પણ આઈ.વી.એલ. પધ્ધતીથી સારવાર કરી એક અઠવાડિયા બાદ 3 સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા. ડો.ધર્મેશ સોલંકી અને ડો.જયદિપ દેસાઈ દ્વારા સતત બીજા દર્દીને પણ આ પધ્ધતિ દ્વારા સફળતા પૂર્વક સારવાર કરી નવજીવન આપવામાં આવ્યું હતું. ઉપરોક્ત બંને દર્દી ફરી તપાસ માટે આવતા તેમને કોઈપણ જાતની તકલીફ જણાઈ નથી તથા રોજીંદા કાર્યો સરળતાથી કરી શકે છે.
સ્પેશ્યલ પ્રકારના બલુનમાં રહેલા સિગ્નલ એમીટરમાંથી ઈલેકટ્રોનિક કરંટ દ્વારા હાઈ પ્રેશર વેવ ઉત્પન થાય છે. જે અમુક માઈક્રો સેક્ધડ માટે નળીમાં રહેલા કેલ્શિયમ પર પ્રેશર પેદા કરી કેલ્શિયમને ક્રશ કરે છે. જેથી હૃદયના બ્લોકેજ ખુલી જાય છે. આમ આટલી જટિલ પ્રક્રિયા ન્યુનતમ જોખમે કરી શકાય છે. જે રીતે હાથની પાંચ આંગળીઓ સરખી નથી હોતી એજ રીતે હૃદયની નળીઓમાં પણ બ્લોકેજ સમાન નથી હોતા. કોઈ બ્લોકેજમાં ચરબીનું પ્રમાણ વધારે હોય તો કોઈ બ્લોકેજમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. આવા સંજોગોમાં નળી ખોલવી અને સ્ટેન્ટ બેસાડવામાં મુશ્કેલીઓ આવતી હોય છે અને બાયપાસ સર્જરી (ઓપન હાર્ટ સર્જરી) કરવા માટે ભલામણ કરવામાં આવે છે.હવે ટેકનોલોજી વિકસીત થઈ ગઈ છે, શોક વેવ લીથોટ્રીપ્સી જે વર્ષોથી કિડનીની પથરીના ઈલાજમાં વપરાતી ટેકનોલોજી છે. શોક વેવ લીથોટ્રીપ્સી વડે પથરીને નાની-નાની પથરીમાં તોડવામાં આવે છે અને પછી એ પેશાબના માર્ગે શરીરની બહાર નીકળી જાય છે.