વલ્લભ ક્ધયા કેળવણી મંડળ સંચાલીત કડવીબાઇ વીરાણી ક્ધયા વિઘાલયમાં વિઘાર્થીનીઓને શિક્ષણની સાથે જ્ઞાન સંસ્કાર અને કેળવણી પણ આપવામાં આવે છે. તે અનુસંધાને ૮મી ઓગષ્ટ ૧૯૪૨ હિંદ છોડો ચળવળ દિવસની યાદમાં શાળામાં ચલો એક દિન શહીદો કી યાદ મેં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
ધો.૯ ના સામાજીક વિજ્ઞાન વિષય ના પ્રકરણ-૪ ભારતની રાષ્ટ્રીય ચળવળ એકમ અંતર્ગત પ્રાયોગિક શિક્ષણના ભાગરુપે આઝાદીના ક્રાંતિકારી ઓના જીવન કવન વિશે વકતવ્યો આપી વીર શહીદોને અંત:કરણ પૂર્વક શ્રઘ્ધાંજલી આપી હતી. તથા શાળાના શિક્ષકોએ શહીદો વિશે વકતવ્ય આપ્યું. આ કાર્યક્રમને સફળ કરવા વલ્લભ ક્ધયા કેળવણી મંડળના નિયામક
હિરાબેન માંજરીયા અને શાળાના આચાર્યએ વિઘાર્થીનીઓને તથા શિક્ષકોની કામગીરી બદલ પ્રોત્સાહન આપેલ હતા.