- મારા મનમાં કશું હતું જ નહીં અને મેં માફી પણ માંગી હતી,સમાજ વચ્ચે પણ મેં માફી માગી હતી : પરસોતમ રૂપાલા
- મત માટે ની આ પ્રેસ કોંફરન્સ જ નથી, સામાજિક વાતાવરણ ને કારણે આજે પ્રેસ કરી
રાજકોટ ન્યુઝ : વિરોધના વંટોળ વચ્ચે પરસોતમ રૂપાલાએ રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી . તેમણે કહ્યું હતું કે મારી સમગ્ર કારકિર્દીના સૌથી કઠિન દૌર માંથી હું પસાર થયો છુ . આજે હું નમ્રતા પૂર્વક સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું. વધુમાં તેઓએ પસ્તાવો કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીને પણ મારા કારણે સાંભળવું પડ્યું હશે, એ પણ મારા માટે પીડા અને કષ્ટ દાયક છે .
મારા મનમાં કશું હતું જ નહીં અને મેં માફી પણ માગી હતી,સમાજ વચ્ચે પણ મેં માફી માગી હતી. મારા એક નિવેદનને કારણે ખૂબ મોટા વમણો સર્જાણા, એ દોરમાંથી હું પસાર થયો. મારા કારણે મારી આખી પાર્ટીને સહન કરવું પડ્યું એ મને પીડા દાયક છે. હું પણ માણસ છું, માણસ માત્ર ભૂલને પાત્ર : પરસોતમ રૂપાલા
પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન તેમણે ફિલ્ડ પર કામ કરનાર સર્વે પત્રકારોનો આભાર માન્યો હતો તથા તમામે આપેલા સહકારનો અઆભર માન્યો હતો . તેમને વધુમાં જણાવ્યું હતું કે મારું એક નિવેદન પાર્ટીને દુવિધામાં મુકનારું બન્યું.
ફરી એક વખત તેમણે માફી માંગતા જણાવ્યું હતું કે હું પરસોત્તમ રૂપાલા, બીજેપીનો કાર્યકર , ક્ષત્રિય સમાજની માફી મેં માગી હતી. આજે હું નમ્રતા પૂર્વક સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું. નારીઓ ક્ષત્રિય સમાજનું આભૂષણ છે. રાષ્ટ્રના વિકાસમાં ભૂમિકા ભજવવા માટે ક્ષત્રિય સમાજ સાથે રહે તેવી અપીલ કરું છું . મારી ભૂલ ને કારણે મારા સાથીઓને સહન કરવાનો વારો આવ્યો તેમની પણ હું દિલ થી માફી માગું છું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ મત માટે ની આ પ્રેસ કોંફરન્સ જ નથી . સામાજિક વાતાવરણ ને કારણે આજે પ્રેસ કરી છે .