સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશ-પરદેશમાં વસ્તા આઇ સોનલમાં ના ભાવિકોના હર્ષ ઉલ્લાસ સાથે કેશોદના મઢડા સોનલ ધામમાં 11, 1ર, 13 જાન્યુ. સોનલમા જન્મ શતાબ્દીક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
‘અબતક’ ની મુલાકાતે આવેલા આઇ શ્રી સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવ સમિતિના આગેવાનો પ્રકાશભાઇ ગઢવી, કરશનભાઇ ગઢવી, ભરતભાઇ ગઢવી, નીલભાઇ ગઢવી, પવુભા ખાચર, દિલીપભાઇ ગઢવી, વિજયભાઇ ગઢવી, રાજુભાઇ જુજા, અંકિતભાઇ ભટ્ટે જણાવેલ કે શતાબ્દી મહોત્સવમાં દશ લાખ ભાવિકો માટેની વ્યવસ્થાની તૈયારીઓને અંતિમ ઓપ અપાય રહ્યો છે.
‘અબતક’ની મુલાકાતમાં ત્રિદિવસીય મહોત્સવની તૈયારીઓ: આયોજનની વિગતો આપતા આગેવાનો
“ખીજ જેની ખટકે નહીં , જેને રૂદિયે મીઠી રીઝ એવી મઢડા વાળી માતની આવી સોનલ બીજ પુજય સોનલ આઇના 100 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યોં છે . ત્યારે કેશોદ નજીક મઢડા ખાતે આઇ સોનલ માતાજીનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાવા જઇ રહ્યો છે. 11, 12 અને 13 જાન્યુઆરીના રોજ યોજાનાર ત્રિદિવસીય મહોત્સવનું 700 વીઘામાં આયોજન કરાયું છે . જેમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રીઓ તેમજ તમામ સંપ્રદાયના સંતો, સામાજીક આગેવાનો અને કલાકારો ઉપસ્થિત રહેવાના છે. ત્યારે હાલ મઢડાધામ ખાતે તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે .
જૂનાગઢથી 5 કિલોમીટરના અંતરે આવેલ કેશોદના મઢડા ગામ આવેલ સોનલધામ મંદિર ખાતે ચારણ જગદંબા આઇ સૌનલ માતાજીનાં 100 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યાં છે . ત્યારે અઢારે વર્ણ દ્વારા 11, 12 અને 13 જાન્યુઆરી એમ ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી થવા જઇ રહી છે . આ માટે છેલ્લા છ મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે . 200 વીધામાં યોજાવા જઇ રહેલ જન્મ શતાબ્દી મહોત્સવમાં 10 લાખથી વધુ ભાવિકો ઉમટી પડવાના છે. વિશ્વભરના સોનલ આઇના 200 થી વધુ મંદિરના સંચાલકો અને ભાવિકો એક જ જગ્યા એટલે મઢડાધામ ખાતે એકઠા થઇ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યાં છે. આ કાર્યક્રમમાં કથાકાર મોરારીબાપુ , જગદ્ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ સહિત તમામ સંપ્રદાયના સંતો- મહંતો તેમજ ગુજરાત રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતર્જી , મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ , તમામ મંત્રી, લોકગાયકો અને લોક સાહિત્યકારો હાજરી આપશે.
શતાબ્દિ મહોત્સવમાં ટ્રાફીક સમસ્યા ન સર્જાય તે માટે નેશનલ હાઇવે મંગલપુર ફાટકથી વાયા મંગલપુર, જોનપુર મઢડા પ્રવેશ માટેનો રસ્તો વને રહેશે. જયારે મઢડાથી ચાંદીગઢ, પાડોદર, મુળિયાસા જેવા અન્ય માર્ગો બહાર નીકળવા વનવે રહેશે. પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય , રાષ્ટ્રગીત તેમજ પ્રાર્થના ગાનથી કાર્યક્રમની શરૂઆત થશે . જેમાં કથાકાર મો2ા2ીબાપુ, જગદ્ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ, મુક્તાનંદબાપુ, પદ્મશ્રી ભીખુદાન ગઢવી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે. પાવનકારી પ્રથમ દિવસની સભામાં ખોડલધામ નરેશભાઈ પટેલ સહિતના આગેવાનો પ્રાસંગિક ઉદ્બોધન આપશે . આ ત્રિદિવસીય કાર્યક્રમમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ થવાનો છે. ત્યારે દરરોજ પ્રસાદ , લોકડાયરો તેમજ દાંડિયા રાસ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો ધર્મલાભ લેવા આઇશ્રી કંચનમા ગીરીશભાઇ મોડ, દાદુભાઇ મોડ આશીષભાઇ મોડે અનુરોધ કર્યો છે.