વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે એક દિવસ માટે મુંબઈ પહોંચ્યા છે. તેઓએ બોમ્બે IITના 56માં દીક્ષાંત સમારંભમાં 3 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 43 છાત્રોને સિલ્વર મેડલ આપ્યાં. મોદીએ કહ્યું, “આજે 11 ઓગસ્ટ છે. આજના દિવસે જ 110 વર્ષ પહેલાં દેશની આઝાદી માટે ખુદીરામ બોસે પોતાનું સર્વસ્વ પ્રદાન કર્યું હતું. આઝાદી માટે તેઓએ પ્રાણઆપ્યાં, પોતાનું બધું જ સમર્પિત કરી તેઓ અમર થઈ ગયા. પરંતુ આપણાં લોકોને આઝાદી માટે મરવાનું સૌભાગ્ય ન મળ્યું. જો કે આપણે આઝાદ ભારત માટે જીવી શકીએ છીએ.”
My appeal to youngsters is – Innovate in India, Innovate for humanity, from mitigating climate change to ensuring better agricultural productivity, from cleaner energy to water conservation, from combating malnutrition to effective waste management: PM Modi in Mumbai pic.twitter.com/vJiMvz9qNI
— ANI (@ANI) August 11, 2018
વડાપ્રધાને કહ્યું કે, “IIT તે સંસ્થાનોમાં છે જે ન્યૂ ઈન્ડિયાની ન્યૂ ટેકનોલોજી માટે કામ કરે છે. આવનારા સમયમાં વિશ્વનો વિકાસ કેવો હશે, તે નવી ટેકનોલોજી નક્કી કરશે. એવામાં તમારો રોલ ઘણો જ મહત્વનો હશે. આજે એનર્જી અને એન્વાયરમેન્ટ સૌથી મોટો પડકાર છે. મને વિશ્વાસ છે કે આ બંને ક્ષેત્રે રિસર્ચ માટે એક યોગ્ય વાતાવરણ સ્થાપિત થશે. સોલર એનર્જી ક્લીન એનર્જીનો એક મોટો સોર્સ સાબિત થવાનો છે.
Innovation is the buzz-word of the 21st century. Any society which does not innovate will stagnate. India is emerging as a hub for start-ups which shows the thirst for innovation. We must make India the most attractive destination for innovation & enterprise: PM Modi in Mumbai pic.twitter.com/1Pqt3mpY3Z
— ANI (@ANI) August 11, 2018
મેં વર્લ્ડ ફ્યૂલ ડે પર કહ્યું હતું કે ક્લીન એનર્જી પર દેશના IIT ઇન્સ્ટીટયૂટમાં ભણાવવામાં આવે. આજે IITની પરિભાષા અમારા માટે થોડી બદલાઈ ગઈ છે. IIT ઈન્ડિયા ઇસ્ટ્રુમેન્ટ ફોર ટ્રાંસફોર્મેશન બની ગયા છે.”