અહેમદ પટેલને મિત્ર ગણાવ્યા, ગેહલોત પર પ્રહારો કર્યા તેમજ પુરની સ્થિતિ મામલે ગુજરાત સરકારને વધારાની ૨૦૦ કરોડની સહાયની ભલામણ

કોંગ્રેસમાંથી બાપુ જાય છે… જાય છે… કરતા બાપુ જતા રહ્યાં… પણ આજે તેઓએ એક પત્રકાર પરિષદ યોજી હતી અને તેમણે સરકાર પર તેમજ ગેહલોત પર નિશાનો સાધ્યો હતો. તેમજ અહેમદ પટેલને પોતાના મિત્ર ગણાવ્યા હતા. બાપુએ તાજેતરમાં કોંગ્રેસમાંથી વિધિવત રીતે સન્યાસ જાહેર કર્યો તે અગાઉ ઘણા સમયથી બાપુ કોંગ્રેસ છોડશેની શકયતા વ્યકત કરાતી હતી. તેમજ તેમણે જયારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું ત્યારે તેઓ અન્ય પાર્ટીમાં જોડાવાના નથી તેમ જણાવ્યું હતું. ત્યારે આજે બાપુએ પોતે પાર્ટી છોડી છે પણ પોલીટીકસ નહીં તેમ જણાવ્યું હતું. શંકરસિંહ વાઘેલાએ અહેમદ પટેલને પોતાના મિત્ર ગણાવ્યા હતા. તેમના વિશે તેઓ આદરભાવ ધરાવે છે. તેમજ પોતે અહેમદભાઈના કહેવાથી જ રાજયસભામાં ગયા હતા તેમ જણાવતા અહેમદ પટેલને વખાણ્યા હતા. તેમજ ગુજરાત સરકાર પર અતિવૃષ્ટિ મામલે ચાબખા વિંધતા જણાવ્યું હતું કે, હાલ અતિવષ્ટિના કારણે ૧૦૦થી વધુના મૃત્યુ થયા છે. ત્યારે હજુ પણ ૨૦૦ કરોડની વધારાની સહાય તેમણે માંગી હતી. પુર અને હોનારતના કારણે ઠેર-ઠેર લોકો સપડાયા છે ત્યારે જ‚ર પડે તો લશ્કરને બોલાવી અને સરકાર મદદ કરે તેમ જણાવ્યું હતું.

વધુમાં તેમણે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી ગેહલોત પર પણ પ્રહારો કર્યા હતા. અન્ય લોકોને સમજીને બોલવા માટે તેઓએ ચેતવણી આપી હતી અને તેની સાથે જ પોતે પાટી છોડી છે, પોલીટીકસ નહીં તેવું ઉમેર્યું હતું. તેમજ ધારાસભ્ય તરીકે પોતે રાજયસભાની ચૂંટણી પહેલા રાજીનામુ આપશે તેમ જણાવ્યું હતું. ગેહલોત ગુજરાતમાં સીએમ થવાનું સપનું જુવે છે. ત્યારે પ્રથમ જ‚રીયાત તો ગુજરાતની ચૂંટણી યાદીમાં તેમનું નામ નોંધાવાની છે. માટે ચૂંટણી યાદીમાં ગેહલોતે નામ નોંધાવવું જોઈએ તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.