સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શરૂ કરેલી શૈક્ષણિક ક્રાંતિનું પરિણામ: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંઘપ્રદેશને મળેલી વધુ એક અમૂલ્ય ભેટ
દીવના એજ્યુકેશન હબ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી(આઈ આઈ આઈ ટી ) વડોદરાના આંતરરાષ્ટ્રીય કેમ્પસના આરંભ માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય એ આપેલી મંજૂરીથી સઁઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવનાં શૈક્ષણિક ઇતિહાસમાં સુવર્ણ પ્રકરણનો ઉમેરો થશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવ માટે આનંદની વાત છે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વડોદરા તથા ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એમ એચ આર ડી) દ્વારા દીવ ના એજ્યુકેશન હબ ખાતે રાષ્ટ્રીય મહત્વની સંસ્થા આઈ.આઈ.આઈ.ટી વડોદરાના આંતરરાષ્ટ્રીય કેમ્પસ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્ષમ નેતૃત્વ અને દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અવિરત અને સતત પ્રયત્નો નુ પરિણામ છે જેના કારણે સંઘપ્રદેશ અને ખાસ કરીને દીવ ને આ સન્માન મળવા પામ્યું છે.દીવ મા સ્થાપિત થનારી આ રાષ્ટ્રીય મહત્વની પ્રથમ સંસ્થા છે જે આ પ્રદેશ માટે ખૂબ જ ગૌરવ અને ઉપલબ્ધિની બાબત છે જેના કારણે સંઘપ્રદેશની શૈક્ષણિક પ્રતિષ્ઠાને આગળ વધારશે સાથે સાથે આનંદની વાત એ છે કે આ સંસ્થા વર્તમાન શૈક્ષણિક વર્ષ ૨૦૨૦ – ૨૧ થી અભ્યાસક્રમ શરૂ કરવાની તૈયારી કરી રહી છે જે સંઘપ્રદેશના શૈક્ષણિક પરિણામો ને એક નવી દિશા આપશે.
દીવના કેવડી ના એજ્યુકેશન હબ ખાતે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી રહી છે જેમાં આઈ આઈ.આઈ.ટી વડોદરાના આંતરરાષ્ટ્રીય કેમ્પસ દીવે (૧) કમ્પ્યુટર સાયન્સ ટેકનોલોજી નો ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ જેમાં શરૂઆતમાં ૧૨૦ બેઠકો હશે અને આગામી વર્ષોમાં તે વધારવામાં આવશે.(૨) વિજ્ઞાનમાં અનુસ્નાતક (સંશોધન દ્વારા) ટેકનોલોજી વિજ્ઞાન માં અનુસ્નાતક( કમ્પ્યુટર વિજ્ઞાન માં એન્જિનિયરિંગ) અને(૩)પી એચ ડી કાર્યક્રમ જેવા અભ્યાસક્રમો ની શરૂઆત કરવાની દરખાસ્ત કરી છે. જેમાં ૭૫ ટકા બેઠકો આઈ.આઈ.ટી, જે જે .ઈ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા મેરીટ દ્વારા ભરવામાં આવશે. જ્યારે બાકીની ૨૫ ટકા બેઠકો એનઆરઆઈ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સરકારી યોજનાઓના માધ્યમથી ભરવામાં આવશે આ સંદર્ભમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી વડોદરા અને સંઘપ્રદેશ પ્રશાસન દાદરાનગર હવેલી અને દમણ-દીવ વચ્ચે ટૂંક સમયમાં એમ.ઓ.યુ પર હસ્તાક્ષર કરવામાં આવશે જે અંતર્ગત બંને તેમને સંબંધિત જવાબદારીઓ નિભાવશે.
અત્રે યાદ રહે કે આઈ આઈ ટી વી સી ડી ઇનોવેશન સેન્ટર અને સતત શિક્ષણ કાર્યક્રમ માટે કેન્દ્ર સ્થાપવાની પણ દરખાસ્ત કરી છે. આ ઉપરાંત તે ઘણા અભ્યાસક્રમો વર્કશોપ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા એનાલિટિક્સ, સાઇબર સિક્યોરિટી, આઈટી અને લોજિસ્ટિક્સ, આઈ ટી ઈન હેલ્થ કેર, આઈ ટી ઈન ટુરીઝમ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ) નું પણ આયોજન કરશે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વડોદરા કેમ્પસ દિવની સ્થાપના સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવનાં ઇતિહાસમાં એક સીમાચિન્હ રૂપ છે. તે દિવ માં સામાજિક-આર્થિક વાતાવરણ તૈયાર કરવામાં મદદ કરશે જ્યારે ગુણવત્તાવાળા સંશોધનો વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આ સંસ્થા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રોજગાર ઉત્પન્ન કરશે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવેલી બેઠકો આંતરરાષ્ટ્રીય વિવિધતા સાથે શિક્ષણ અને સંશોધન માં ઇચ્છિત પરિવર્તન લાવશે.
અંડર ગ્રેજ્યુએટ સ્નાતક અનુસ્નાતક અને પી એચડી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ને કાર્યક્રમમાં જોડાવા આકર્ષિત કરશે અને ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષકોની ભરતી કરશે ઉપરાંત તે ભવિષ્યમાં તકનીકી વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપશે અને રાષ્ટ્રીય વિકાસની દિશામાં અગ્રણી ભૂમિકા નિભાવશે.
આ ઉપરાંત આ પ્રકારના મહત્વના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા અને સામાજિક જવાબદારી વાળી પ્રવૃત્તિઓની ગતિવિધિઓથી આસપાસ ની સામાજિક અને આર્થિક વાતાવરણમાં લોકોના જીવનની ગુણવત્તા પણ સુધારશે. આ તમામ લક્ષ્યો દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ ની જરૂરિયાત અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી વડોદરાના ઉદ્દેશોને અનુરૂપ છે.
દીવના એજ્યુકેશન હબમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વડોદરાના આંતરરાષ્ટ્રીય કેમ્પસ ની સ્થાપના સઁઘ પ્રદેશના ઇતિહાસમાં એક સીમાચિન્હ રૂપ સાબિત થશે. જે દિવ અને તેની આસપાસના વિસ્તારોમાં વિકાસ અને સંસ્કૃતિની જૂની પરંપરાઓ માં પરિવર્તન લાવશે અને નાવીન્યતાના નવા યુગની શરૂઆત કરશે.