સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવાની સાથે જ કોંગ્રેસ વધારે આક્રમક થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા અને સુપ્રીમ કોર્ટમાં વર્ષોથી પ્રેક્ટિસ કરી રહેલા કપિલ સિબ્બલે જાહેરાત કરી છે કે, જો જસ્ટીસ દિપક મિશ્રા નિવૃતી સુધી તેમના પદ પર રહેશે તો તેઓ તેમની કોર્ટમાં જશે નહીં. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડૂએ વિપક્ષનો મહાભિયોગ સામે રાખવામાં આવેલો અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવી દીધો છે.
મે પ્રોફેશનલ નિર્ણય લીધો છે- કપિલ સિબબ્લ
Vice President M Venkaiah Naidu rejects the Impeachment Motion against CJI Dipak Misra. pic.twitter.com/Bz53ikvAwh
— ANI (@ANI) April 23, 2018
કપિલ સિબ્બલે કહ્યું છે કે, સોમવારે સીજેઆઈ દીપક મિશ્રાની કોર્ટમાં જશે નહીં. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે, જ્યાં સુધી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા નિવૃત નહીં થઈ જાય ત્યાં સુધી સિબ્બલ તેમની કોર્ટમાં હાજર રહેશે નહીં. સિબ્બલે તેમના નિર્ણયને પ્રોફેશનલ નિર્ણય ગણાવ્યો છે.
ઉપરાષ્ટ્રપતિ નાયડૂ આજે મળશે પીએમને
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીફ જસ્ટિસ દિપક મિશ્રા સામે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા મહાભિયોગ મુદ્દે ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડૂ સાથે આજે વડાપ્રધાન મોદી મુલાકાત કરવાના છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પહેલાં રવિવારે રાજ્યસભાના ચેરમેન વૈંક્યા નાયડૂએ મહાભિયોગની નોટિસ વિશે ચર્ચા વિચારણાં શરૂ કરી દીધી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com