જીંદાદિલ સચીનની જીંદાદિલી
૩ર વર્ષીય હોકી પ્લેયરસરદારસિંહની ઇન્ડિયન હોકી ટીમમાં નિવૃતિ જાહેર કરી
લિજેન્ડરી ખેલાડી માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકર સફળ સ્પોર્ટસપર્સનની જીંદાદિલ વ્યકિતત્વ પણ રહ્યા છે. હોકીના ધુંરધર ખેલાડી સરદારસિંહ તાજેતરમા જ નિવૃતિ જાહેર કરી છે. તેણે કહ્યું હતું કે ઓસ્ટ્રેલીયામાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં અવગણાના થયા બાદ મને ફરી કમબેક કરવામાં સચિવની પ્રેરણા મદદરુપ બની હતી મે સચિનપાજીને ફોન કર્યો. મેં એમને પુછયું કે જયારે તમે ૦ સ્કોર કરો છો ત્યારે શું કરો છો? તેમણે મને કહ્યું કે જયારે સારું પ્રદર્શન કરવામાં મે નિષ્ફળ નિવડો છો ત્યારે લોકો ટીકા કરવાના જ છે.
તેણે મારી સાથે લાંબા સમય સુધી વાત કરી મને સમજાવ્યો કે જુના વિડીયો કલીપ્સ જોઇને શોકવાની કોશિષ કરવી કે આપણી ભુલ કયાં છે. જેને કારણે મને છેલ્લા પાંચ મહીનાથી ટુર માટે ખુબજ પ્રેરણા મળી છે. સરકારે ભારતીય હોકી ટીમમાં ઐતિહાસિક સિલ્વર મેડલ અપાવ્યો હતો. ૩ર વર્ષીય ખેલાડીએ કહ્યું હતું કે નિવૃતિ મુશ્કેલ નિર્ણય રહ્યો હતો. મેં મારા કોચ, સીનીયર ખેલાડીઓ, પરિવારજનોને પુછીને આ ર્નિણય લીધો છે.
હું ડ્રેસીંગરુમને મિસ કરીશ હવે પરિવાર સાથે સમય વિતાવવો છે.તાજેતરમાં સચિન તેંડુલકરે કેરલ બ્લાસ્ટર ફુટબોલ કલબ સાથે એસોસીએશન રદ કરી કલબમાંથી વિદાય લીધી હતી કલબે કહ્યું હતું કે સચિને અમને ખુબ સપોર્ટ કર્યો છે.