- ‘ઘરની વાત ઘરમાં જ રહેવી જોઇએ’ જે અમે રાખી શક્યા નથી, ખોડલધામને બદનામ કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે: નરેશ પટેલ
સૌરાષ્ટ્રના બે કદાવર નેતાઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલતું શીતયુદ્વ હવે ખૂલીને સામે આવી ગયું છે. નરેશ પટેલ અને જયેશ રાદડિયા સામ-સામે આવી ગયા હોય તેવો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે. દરમિયાન આજે પોતાના જન્મદિવસે યોજાયેલા રક્તદાન કેમ્પમાં પત્રકારો સાથેની વાતચિતમાં ખોડલધામ ટ્રસ્ટના સર્વેસર્વા નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે મને જયેશભાઇ રાદડિયા સાથે કોઇ જ વાંધો નથી. તેઓને જ્યારે-જ્યારે જરૂર પડી છે ત્યારે અમે તેઓની પડઘે રહ્યા છીએ. કોઇપણ વિવાદમાં ખોડલધામને ઢસડવું અયોગ્ય છે.
ઘરની વાત ઘરમાં રહેવાને બદલે બહાર જઇ રહી છે. જે સારા સંકેતો નથી.
તેઓએ જણાવ્યું હતું કે લેઉવા પટેલ સમાજના લોકો અને આગેવાનોએ સમાજનું કામ કરવાનું હોય છે અને સમાજના કામ માટે રાજકારણમાં રહેવું ફરજિયાત છે. જો રાજકારણમાં એક્ટિવ ન રહ્યે તો સામાજીક કામ થઇ શકતા નથી.
સમાજના આગેવાનો રાજકારણમાં છે. તેને સમર્થન કરવામાં આવે છે. જયેશભાઇ સાથે મારે કોઇ જ પ્રકારનો વાંધો નથી. ભૂતકાળમાં જ્યારે પણ તેઓને મારા સપોર્ટની જરૂર પડી છે ત્યારે તેઓની પડઘે રહ્યો છું અને ભવિષ્યમાં પણ તેઓને સપોર્ટ આપતો રહીશ. ખોડલધામ તરફથી કોઇપણ પ્રકારનો રાગ-દ્વેષ નથી. તેની હું ખાતરી આપી છું.
તેઓએ ઉમેર્યું હતું કે લેઉવા પટેલ સમાજ ઘણો મોટો છે. દરેક સમાજને સાથે રાખીને ચાલવામાં માને છે. રાજકીય-સામાજીક રીતે ઘણા આગેવાનો કામ કરે છે અને દરેકને ખોડલધામ સમર્થન આપે છે. જ્યાં સુધી ખોડલધામને લાગે-વડગે છે ત્યાં સુધી 500થી વધુ ક્ધવીનર અને સહ ક્ધવીનર છે એટલે કોઇ વ્યક્તિ કોઇને સમર્થન કરતું હોય છે. સમાજમાં તિરાડ પાડવાના પ્રયાસો થઇ રહ્યા છે. સામાન્ય રીતે ઘરની વાત ઘરમાં જ રહેવી જોઇએ. પરંતુ અફસોસ થાય છે કે ઘરની વાત હવે બહાર જવા માંડી છે.