જસદણના લાતી પ્લોટમાં રહેતા અને આદ્યશકિત હેન્ડક્રાફટના નામથી વ્યવસાય કરતા ગૌતમભાઈ વઘાસીયાએ કોરોનાની બીજી લહેરમાં વેપાર ધંધા ઠપ્પ હતા ત્યારે નવરાશના સમયમાં આરામ કરવાને બદલે પોતાની મહેનત અને સુઝબૂઝથી એકદમ નાનું નગારૂ (આરતી મશીન) બનાવ્યું છે.

અત્યાર સુધીમાં આવું નગારૂ કોઈએ પણ નથી બનાવ્યું. ગૌતમભાઈને પહેલેથી જ કંઈક અલગ કરવાની જીજ્ઞાસા હતી પરિણામે તેમણે કોરોનામાં ધંધામાં મંદીને કારણે નવરાશનાં સમયમાં માત્ર થોડા દિવસોમાં જ મોટા નગારા જેવું સાવ નાનું નગારૂ બનાવ્યું. મોટા નગારામાં જે સુવિધા આપવામા આવે તે બધી સુવિધા આ નગારામાં છે.માત્ર 5 કિલો વજનનું આ નગારૂ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.

IMG 20210611 WA0048

સોશિયલ મીડીયામાં પણ તેમનો વીડીયો લાખો લોકોએ નિહાળ્યો ખૂબીની વાત એ છે કે સાવ ઓછા પાવરમાં તે ચાલે છે આથી વીજળીની પણ બચત થાય છે. ગૌતમભાઈએ જણાવ્યું હતુ કે આ નગારાની લંબાઈ 15 ઈંચ પહોળાઈ 7 ઈંચ ઉંચાઈ 8 ઈંચ વજન 5 કિલોગ્રામ છે.આમેય જસદણ હાથ બનાવટની ચીજ વસ્તુઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ત્યારે ગૌતમભાઈએ બનાવેલ મીની આરતી મશીન આ ઉદ્યોગની યશકલગીમાં એક વધુ પીછાનો ઉમેરો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.