ગૌરવભેર મત માગી શકાય તેટલા કામ પ્રજાના યા છે: બે ટર્મી પ્રજાના આશિષ મળ્યા છે અને મળશે: ધર્મ સંસ્કૃતિનું ભાજપે રક્ષણ કર્યું છે: વ્રજેશકુમાર બાવાશ્રી
પ્રજાના સુખ દુ:ખનો હમદર્દ અને હમસફર રહ્યો છું અને રહીશ એના પરિવારિક શબ્દો ૭૦ વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવારનું ચૂંટણી કાર્યાલય ખુલ્લુ મૂકવાના પ્રસંગે પક્ષના ઉમેદવાર ગોવિંદભાઈ પટેલે ઉચ્ચાર્યા હતાં.
ગોવિંદભાઈ પટેલે તેઓએ લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સતત બે ટર્મી હું ચુંટાઈને આવું છું અને ૨૦૦૭ી લઈને અત્યાર સુધીમાં વિકાસના અસંખ્ય કામો કર્યા છે. જેી કાર્યકરોને ચિંતા મુક્ત ઈને રાજકોટ વિધાનસભા-૭૦ વિસ્તારમાં પ્રચાર ર્એ માુ ઉંચુ રાખીને જવા હાકલ કરી હતી. ભાજપ સરકારે ઘરે ઘરે નર્મદાના નીર પહોંચાડ્યા છે અને ઞકઈ હેઠળ તા સુચિત જમીન-મકાનના હક્કો જે તે વસવાટ કરનારને અપાવ્યા છે.
સોરઠિયાવાડી સર્કલ, પવન પુત્ર ચોક ખાતે રાજકોટ દક્ષિણ રાજકોટ ૭૦ના મધ્યસ્ કાર્યાલયનું ઉદ્ ઘાટન કરતાં લક્ષ્મીવાડીની મુખ્ય હવેલીના વ્રજેશકુમાર બાવાશ્રીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના શાસનકાળ દરમ્યાન ધર્મ અને સંસ્કૃત્તિનું રક્ષણ યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં ભારતની સંસ્કૃત્તિ અને સંસ્કાર રોશન કર્યા છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતને રોલ મોડલ પ્રસપિત કરીને ગુજરાતનું ગૌરવ વધારેલ છે.
જ્યારે સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયાએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોકઉપયોગી યોજનાઓ વિશે માહિતી આપી કાર્યકરોને ખૂબ મહેનતી શ્રી ગોવિંદભાઈ પટેલ માટે પુરા ખંત અને મહેનતી પ્રચાર કરવા અને જંગી બહુમતીી જીતાડવા માટે આહવાન કર્યું હતું.કાર્યાલયના ઉદ્ ઘાટન પ્રસંગે શ્રી ગોવિંદભાઈ પટેલ, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા ઉપરાંત ભાજપ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભૂતપૂર્વ સાંસદ શ્રી શિવલાલભાઈ વેકરીયા તેમજ વિવિધ સમાજના અને સામાજીક સંસઓના અગ્રણીઓ હાજર રહ્યા હતા. કાર્યાલય ખુલ્લુ મૂકાતા સમયે વિશાળ સભા યોજાઈ હતી જેમાં વિધાનસભા ૭૦ વિસ્તારના દરેક સમાજના પ્રતિષ્ઠીત, બુદ્ધિજીવી, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, શાળા સંચાલકો તેમજ વિવિધ સેવાકીય સંસઓના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રાજકોટ વિધાનસભા ક્ષેત્ર ૭૦ના કાર્યાલયનું ઉદ્ઘાટન
રાજકોટ દક્ષિણ (રાજકોટ ૭૦)ના ભાજપના મધ્યસ્ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન લક્ષ્મીવાડી હવેલીના શ્રી વ્રજેશકુમાર બાવાશ્રી ના વરદ્ હસ્તે યું. આ તકે સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, પૂર્વ સાંસદ શ્રી શિવલાલભાઈ વેકરીયા,મેયર શ્રી જૈમન ઉપાધ્યાય, શહેર ભાજપના પ્રમુખ શ્રી કમલેશ મીરાણી, ૭૦ વિધાનસભાના ઈન્ચાર્જ શ્રી જીતુ કોઠારી, શ્રી કેતનભાઈ પટેલ વગેરે આગેવાનો ઉપસ્તિ રહ્યાં હતા.