બિલ્લી જેવી ચબરાક નજર તો બધાને ગમે જ છે ત્યારે એક સમય હતો ત્યારે યુવતીઓ બિલ્લીની આંખના આકર જેવી પોતાની આંખને દર્શાવવા કેટ આઇ લાઇનર કરતી હતી. પરંતુ હીસ્ટ્રી ટીપીટ્સ જેવું થયું છે ત્યારે વર્તમાન સમયમાં પણ પાછો કેટ આઇ લાઇનરનો ટ્રેન્ડ આવ્યો છે અત્યારે યુવતીઓની પહેલી પસંદ બની છે. આ કેટ આઇલાઇનર…..! પરંતુ આ સમયે એમાં થોડા ફેરફાર આવ્યા છે જેમાં જે પહેલા એન્ગલથી એપ્લાય કરવામાં આવતી હતી. તેની જગ્યાએ તેની ઉંધી દિશામાંથી એ એપ્લાય કરવામાં આવે છે. અને આ ફેરફાર ફેશન બ્લોગર ડાહલિયા દ્વારા કરવામાં આવ્યો એ પણ તમને જણાવીએ. આ ઉપરાંત ડાહલિયાએ તેની કેટઆઇ લાઇનર કરેલો ફોટો ટ્વીટ્ અને ઇન્સ્ટા પર પણ મુક્યો છે. જે ખુબ વાઇરલ થયો છે. જે બાબતે તેનું કહેવું છે કે કેટ આઇ તેણીને ખૂબ પસંદ છે એટલે તેણે વિચાર્યુ કે આ લાઇનરને ફરી કરવી જોઇએ અને આવું કરવા માટે તેમાં લાઇનર એપ્લાય કરવાની દિશા બદલી છે.
આ બ્લોગર રોમાનિયાની ૧૮ વર્ષની યુવતી છે અને ફેશન બ્લોગર છે આ ટ્રેન્ડ પર ઘણા લોકોએ કોમેન્ટસ પણ આવી છે. જેમાંથી એકનું કહેવું છે કે એ આંખ એટલી રીયલ લાગે છે કે તેને ઝબકવાની રાહ જોઇ રહી છે. ત્યારે બીજા યુઝરનું કહેવું છે કે આ ઉંઘી દિશા માટે ઘણા અસમંજસમાં છે એ ઉપરાંત પ્રસિધ્ધ બ્રાંડ મેબલાઇન પણ એ અસમંજસમાં છે ત્યારે કં૫નીએ તેને GIF બનાવી મોકલી જેમાં તેનો જવાબ રહેલો હતો.
જે દિશાથી લાગાવો પણ આંખને બિલ્લી જેવી ચબરાક દેખાડવી હોય તો તેને જરુરથી કેટ આઇલાઇનર સ્ટાઇલથી સજાવો જેનો લુક ખૂબ જ સુંદર આવશે જે તમારી શોભામાં અભિવૃધ્ધિ કરશે.