ક્યારેક કામકાજ વધુ હોય તો દરેક વ્યક્તિને કંટાળો આવે છે. ત્યારે આ વ્યક્તિ પોતાની લાગણી આ રીતે વ્યક્ત કરતાં હોય છે કે “હમણાં મારે ખૂબ સ્ટ્રેસ વધી ગયું છે” મુખ્ય રીતે આ સ્ટ્રેસની એક સરળ પરિભાષા એવી હોય છે કે જ્યારે કોઈપણ વ્યક્તિ પોતાનું ધારેલું કે નક્કી કરેલું કામ પૂર્ણ ના કરી શકે કે તેને એવા વિચારો આવા માંડે કે મારાથી આ નહીં થાય ત્યારે સ્ટ્રેસ લેવલ ઉદભવે છે. જો સમયસર આ સ્ટ્રેસને કાબૂમાંના લેવાય તો દરેક વ્યક્તિ ધીરે-ધીરે ડીપરેશન,અનિન્દ્રા જેવી અનેક નાની-મોટી બીમારીમાં વ્યક્તિ ધીમે-ધીમે ખુચતી જાય છે.
ત્યારે અનેક રીતે દરેક વ્યક્તિ પોતે પછી દરેક કામને દૂર કરવા લાગે છે અને તેને નફરત કરવા માંડે છે. ત્યારે આ વાક્યને જો દૂર કરવું હોય કે મને સ્ટ્રેસ લેવલ વધી ગયું છે તેને સાવ સરળ ઉપાયોથી દૂર કરી શકાય છે.
મન ગમતી જગ્યા પર જાવ
ક્યારેક કામના કારણે વધતાં સ્ટ્રેસને દૂર કરવા એક ખૂબ સરસ ઉપાય એવો છે કે જ્યારે સ્ટ્રેસ હોય તો તમારી કોઈ મન ગમતી જગ્યા પર જાવ અને મનને શાંત કરવું. મન ગમતી જગ્યાએ સ્ટ્રેસમાં વારંવાર જવું કારણ તે જીવનને થોડી હળવી તેમજ આનંદીત કરશે અને સ્ટ્રેસ ઘટાડી શકાય છે.
ઊંઘ સરખી લ્યો
દરેક વ્યક્તિ કામકાજમાં બધુ ભૂલી જાય છે. તેનાથી તે કામના કારણે ઊંઘ લઈ શકતો નથી અને કામકાજના વિચારોમાં ખોવાય જાય છે. તેના કારણે તેને તેનું સ્ટ્રેસ વધી જાય છે. તેના કામકાજ પર તેની અસર જોવા મળે છે. સારી ઊંઘ મનને શાંત કરે છે અને કામ કરવાની ફરી વાર ઈચ્છા જાગૃત કરે છે.
કામને યાદી તરીકે લખો
દરેક કમાની જો વ્યવસ્થિત રીતે એક સૂચિ કરો તો કામને વધુ સારી રીતે અને સ્ટ્રેસ વગર થાય તો તેનું આઉટપુટ સારું આવે છે. જીવનમાં વધુ કામકાજ કે ટેન્શનના કારણે કામ અસ્તવ્યસ્ત થાય છે અને સ્ટ્રેસ બની મનુષ્યને નિષ્ફળતા તરફ લઈ જાય છે. જો સ્ટ્રેસ લેવલને ઘટાડવું હોય તો દરેક કામ તેમજ દિનચર્યામાં થતાં અનેક કામને અલગ કરી એક નાની ડાયરીમાં લખવું.
તમારી વાત સમજે તેને વ્યક્ત કરો
દરેક વ્યક્તિને અનેક એવી ખાસ સાથ ક્યાક અને ક્યારેક મળી ગયો જ હોય છે. તો વધતાં આ સ્ટ્રેસ સાથે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં કા તો અઠવાડયે એક વાર કા તો મહિને મન ગમતા વ્યક્તિ સાથે વાત કે મળી તેને પોતાની વાત શેર કરવી જોઈએ કારણ સ્ટ્રેસ તે એકબીજાને વાત કરવાથી ધીમે-ધીમે દૂર થઈ જાય છે. વાતને વ્યક્ત કરવાથી વાત સરળ થઈ જાય છે.