આજે પ્રેશરના જમાનામાં ‘બ્રેકઅપ’ ફેશન બની ગઈ છે
સંબંધોની મીઠાશ હાલના સાંપ્રત સમયમાં જોવા મળતી નથી
૨૧મી સદીમાં પ્રેમ શબ્દ જુજ જોવા મળતો હોય છે ત્યારે આજના સમયમાં લોકો પોતાનું ફસ્ટ્રેશનને દુર કરવા માટે સંબંધો બનાવે છે. લોકો ભુલી ગયા છે કે તેમનો તણાવ અન્ય કોઈ માટે નહીં તેમને જ દુર કરવાનો હોય છે. હાલ રીલેશનશીપ એક નવયુવાનો માટે ફેશન બની ગઈ છે. પહેલાના સમયમાં જે સંબંધોમાં મીઠાશ જોવા મળતી હતી તેનો હવે અભાવ જોવા મળે છે. હવે પ્રેશરના સમયમાં બ્રેકઅપ પણ ફેશન બની ગઈ હોય તેવું જોવા મળે છે. સર્વે આધારીત આજના નવયુવાનો માટે પ્રેમની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. હાલના નવયુવાનોમાં જે લાગણી હુંફ જોવા મળતી હોય તે જોવા મળતી નથી. સંબંધો બનાવ્યાના થોડી જ ક્ષણોમાં લોકો અને નવયુવાનો બ્રેકઅપ કરી લેતા હોય છે ત્યારે બ્રેકઅપ કરવા પાછળના કારણોની જયારે વાત કરવામાં આવે તો તેમના પર કૌટુંબિક દબાણ, સમાજમાં દેખાદેખી અને હોર્મોનલ ચેન્જીસ પણ કારણભુત છે.
હાલના સમયમાં નવયુવાનો જે સંબંધો બનાવે છે તે માત્ર ૨ થી ૩ મહિના સુધી જ મનોવૈજ્ઞાનિકનું માનવું છે કે નવયુવાનોમાં જે લાગણી અને હુંફ હોવી જોઈએ તે જોવા મળતી નથી અને જે શંકાનું બીજ રોપાઈ છે તે સંબંધોને અત્યંત કડવા બનાવી દે છે અને અંતે સંબંધોમાંથી લોકો વિખુટા પણ પડે છે.આ પ્રશ્ર્ન માત્ર નવયુવાનો માટે જ નહીં પરંતુ કુટુંબમાં પણ જોવા મળે છે. લોકો તેમનો તણાવ પોતાના ઉપર નહીં પરંતુ તેમના કુટુંબીજનો ઉપર ઉતારતા નજરે પડે છે જેનાથી સંબંધોમાં જે મીઠાશ જોવા મળતી હોય તે જોઈ શકાતી નથી. સંબંધો લાંબા સમય સુધી ન ટકવાનું બીજુ કારણ દેખાદેખી પણ માનવામાં આવે છે ત્યારે બીજી તરફ જે રીતે વૃદ્ધાશ્રમોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે પણ કયાંકને કયાંક કારણભુત હોવાનું મનાઈ છે જો આજની યુવા પેઢી સંબંધો સાચવવા માટે તૈયાર થઈ જાય અને સંબંધોની ગંભીરતાને સમજે તો હાલ જે પ્રશ્ર્ન ઉદભવિત થાય છે તે પણ ન થાય.
સંબંધોને સાચવવામાં આજના નવયુવાનો અત્યંત ‘કાચા’
નવયુવાનો દ્વારા જે સંબંધો બનાવવામાં આવે છે તેને ટકાવી રાખવા માટે જે મહેનત જે ભરોસો અને જે હુંફ હોવી જોઈએ તેનો અભાવ મુખ્યત્વે જોવા મળે છે. લોકો દ્વારા સંબંધો બનાવવામાં ખુબ જ વાર લાગે છે પરંતુ તેને તોડવામાં સહેજ પણ વાર લાગતી નથી ત્યારે ૨૧મી સદીમાં આજની યુવા પેઢી પોતાનો ગુસ્સો બહાર કાઢવા માટે જાણે સંબંધોને બનાવતા હોય તેવું લાગે છે. બીજી તરફ માતા-પિતા અને સંતાન વચ્ચેના જે સંબંધો મજબુત અને ગાઢ હોવા જોઈએ તે પણ મહદઅંશે જોવા મળતો નથી અને જે માહિતીની આપલેની સાથે જે સારસંભાળ લેવામાં આવી જોઈએ તેનો પણ અભાવ જોવા મળે છે. લોકો તેમના માતા-પિતા સાથે લાગણીના સંબંધોની પણ પરવાહ કરતા નથી અને તેઓની સુખાકારી માટે પણ ચિંતા કરતા નથી. આ પરિસ્થિતિમાં ઘણાખરા અંશે સંતાનો અને તેમના માતા-પિતા પણ જવાબદાર હોય છે ત્યારે આજના સમયમાં જો પ્રેમની પરીભાષા નવયુવાનો અને માતા-પિતા સમજે તો જે સંબંધોમાં ફુટફાટ પડી રહી છે તે નહીં પડે અને લોકો તેમનું જીવન રાજીખુશીથી વિતાવી શકશે.