અબતક, રાજકોટ

મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ વિજયભાઈ રૂપાણી ગુરૂવારે પ્રથમવાર માદરે વતન રાજકોટ ખાતે આવ્યા હતા. રાજ્યનું સર્વોચ્ચ પદ ઉચ્ચ કોટીની ગરવા, સાથે ત્યાગ કરનાર વિજયભાઈની પક્ષ પ્રત્યેની અપાર નિષ્ઠાથી સર્વત્ર સરાહના થઈ રહી છે. રાજકોટમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન પોતાને આજીવન ભાજપના કાર્યકર્તા ગણાવ્યા હતા. નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સતત વિકાસના પંથે દોડતું રહેશે તેવો અડિખમ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ પ્રથમ વખત રાજકોટ આવેલા વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ અને નવા મંત્રી મંડળની સોગંધવિધિ કરાવી પ્રથમ વખત રાજકોટ આવ્યો છુ, ખુબજ હળવાશ અનુભવી રહ્યો છુ અને એકદમ મુક્ત છું. નવા ચહેરાઓને તક આપવાનો ભાજપ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો તે નવી ઉર્જા સાથેના વાતાવરણમાં ગુજરાત સતત વિકાસ કરતું રહેશે. મારા પ્રધાન મંડળના તમામ સભ્યો નવા મંત્રી મંડળની શપથવિધિ કરાવી તેઓને જવાબદારી સુપરત કરી છે. મને સંપૂર્ણપણે વિશ્ર્વાસ છે કે, નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સતત પ્રગતિ કરતું રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે કલ્પના છે. વિકાસ એ જ રફતાર અને પ્રક્રિયાથી આગળ વધતો રહેશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આ એક રિલે રેસ છે એક પછી એક લાકેો લગાતાર દોડી બીજાને જવાબદારી સોંપતા હોય છે. આ માત્રને માત્ર ભાજપમાં જ થઈ શકે. ભાજપમાં કામ કરનારા લોકો સત્તા લાલચુ નથી હોતા. સત્તાને સેવાનું સાધન ગણી કામ કરતા હોય છે. જેના કારણે એક પણ સેક્ધડનો વિચાર કર્યા વિના સત્તા છોડી શકાય છે. કાર્યકર્તાઓને ઉદાહરણ પૂરું પાડવા અને જનતા વચ્ચે આ વાત પ્રસ્થાપિત કરવા અમારા પૂર્વજોએ પણ તૈયારી બતાવી હતી અને સત્તાનો ત્યાગ કર્યો હતો.

ભાજપે “નો-રિપીટ” થીયરીનો નવો પ્રયોગ કર્યો છે. અમારા ઘણા અનુભવી મંત્રીઓએ આ વાતને સ્વીકારી સાથે અને સહયોગ આપ્યો છે. દરેક પૂર્વ મંત્રીઓનો હું આભાર માનુ છું. નવી ભુમિકા કે જૂની ભુમિકા હોતી જ નથી એક જ ભૂમિકા છે. સત્તા પર હોય તો પણ અને સત્તા પર ન હોય તો પણ અમે કાર્યકર્તા જ હોય છીએ તેવું કહી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાની પ્રતિષ્ઠામાં વધુ વધારો કર્યો છે.

“અબતક” મેનેજીંગ એડિટર સતીષભાઈ મહેતા પૂર્વ મુખ્યમંત્રીને મળ્યા

વિજયભાઈ રૂપાણીએ રસપૂર્વક “અબતક’ દૈનિકનું વાંચન કરી પોઝિટિવ થીન્કીંગની સરાહના કરી

IMG 20210916 WA0050

પૂર્વજોની પરંપરા અનુસાર હસતા મુખે ગુજરાતની ગાદી છોડનાર વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ પ્રથમવાર માદરે વતન રાજકોટ પધાર્યા હતા. આજે તેઓએ અલગ અલગ ચાર કાર્યક્રમોમાં હાજરી આપી હતી. સત્તાની કોઈ લાલચ વિના માત્ર પક્ષના આદેશને સર્વોપરી ગણી એકજ સેક્ધડમાં મુખ્યમંત્રી પદ છોડી જૈન સમાજ, ગુજરાત અને કાર્યકર્તાનું ગૌરવ વધારનાર વિજયભાઈ રૂપાણીને “અબતક” મેનેજીંગ એડિટર સતીષકુમાર મહેતા રૂબરૂ મળ્યા હતા. પાંચ વર્ષના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતને વિકાસની નવી જ ઉંચાઈ પ્રદાન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

સરકારમાં પણ ભાજપની નો-રિપીટ થીયરી ખરેખર ભવિષ્યમાં પક્ષને વધુ મજબૂત બનાવશે તેવા સચોટ કારણો અને તારણો સાથે ગઈકાલે “અબતક” દ્વારા વિસ્તૃત અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી અને સંગઠનના માણસ મનાતા વિજયભાઈ રૂપાણીએ “અબતક” પોઝિટિવ થીન્કીંગની સરાહના કરી હતી.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સતત આગળ વધતું રહેશે, પક્ષની નો-રિપીટ થીયરી અપનાવનાર તમામ પૂર્વ મંત્રીઓનો આભાર માન્યા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.