‘ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળીયા થઇને પુજારા ધડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’ એક નિર્જીવ પથ્થર ધડવૈયાને એવી વિનંતી કરી રહ્યો છે કે મારે ઠાકોરજી થઇને નથી પુજાવુ પણ શહાદત વ્હોરનાર ના પાળીયા થાવું છે. સોમનાથ મંદિરને બચાવવા માટે લાઠીના રાજાવી વીર હમીરજીસિંહ સાથે બ્રાહ્મણો અને ભીલોએ પણ બલીદાન આપ્યા હતા. ગુજરાતમાં પાળીયાનું મહાત્મ્ય ભગવાન કરતા પણ ઉંચુ આંકવામાં આવ્યું છે હાલ કોરોનાની મહામારીએ વિશ્ર્વ આખાને ઝપટમાં લીધું છે કુદરત રૂઢી છે છતાં માનવ સુધરવાનું નામ લેતો નથી. ૩૩ કરોડ દેવી-દેવતાઓનો જેમાં વાસ છે તેની આડેધડ કતલ કરવામાં આવી રહી છે.
ગૌ વંશને બચાવવા વાળુ હવે કોઇ રહ્યું ન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે એક લાચાર ગૌ-વંશ પાળીયાની શરણે પહોંચી છે અને જાણે પોતાને બચાવવા વિનવી રહી હોય તેવું લાગી રહ્યું છે.
સારા કર્મ કરી પાળીયા બનવાનો માનવ જગત માટે હવે સમય પાકી ગયો છે હવે નહીં સુધરો તો વિકાસની કોઇપણ ટોંચે પહોંચી જશો તો પણ કોઇ પુજવાની વાત તો દુર રહી યાદ પણ નહીં રાખે