અમારા લગ્નના સમાચારો ખોટા-કૌશલ-કેટરિનાની સ્પષ્ટતા
ઐસા તો મેને નહીં સોચા થા…. સોરી ફેન્સ…!! પણ કૌશલ-કેટરીના હાલ પ્રભુતામાં પગલાં નહીં માંડે..!! કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નના સમાચાર ચર્ચામાં છે અને એવી અટકળો હતી કે અભિનેત્રી આ વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બરમાં બોયફ્રેન્ડ વિકી કૌશલ સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહી છે. પણ આ મુદ્દે કેટરીના કૈફે ઐસા તો મેને નહીં સોચા થા…. કહ્યું હોય તેમ ફેન્સને જણાવ્યું કે તેના લગ્નના સમાચાર ખોટા છે.
કેટરિનાએ પોતાના લગ્નને લઈને ચાહકોના ઉત્સાહને ઠંડો પાડતા તેના તાજેતરના ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે તે હજુ લગ્ન નથી કરી રહી અને તેના અને વિકીના લગ્નના સમાચાર તદ્દન ખોટા છે. તેણે આ જ ઈન્ટરવ્યુમાં કહ્યું કે આ એક એવો સવાલ છે જે લોકો મને છેલ્લા ઘણાં વર્ષથી પૂછી રહ્યા છે.
નોંધનીય છે કે, વર્ષ 2019થી કેટરીના અને કૌશલ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. પરંતુ ક્યારેય પોતાના સંબધો વિશે ખોલ પાડી નથી કે પોતાના સંબધો સ્વીકાર્યા નથી. ઇન્ટરવ્યૂમાં તેણીએ કહ્યું કે દોસ્તીને રિલેશનશિપ સાથે કઈ લેવા દેવા નથી. જણાવી દઈએ કે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે બંનેએ લગ્નના સ્થળ તરીકે સવાઈ માધોપુરના રિસોર્ટ સિક્સ સેન્સ ફોર્ટ બરવાડાને ફાઈનલ કર્યું છે.
જો કે, લગ્નના થોડા દિવસો પહેલા, આવી જ રીતે આ કપલના રોકાના સમાચાર પણ હેડલાઇન્સમાં હતા. જો કે તે સમયે કેટરીનાએ કંઈ કહ્યું ન હતું, પરંતુ વિકી કૌશલે તેના ઈન્ટરવ્યુમાં આરજે સિદ્ધાર્થ કાનનને કહ્યું હતું કે તેની પાસે આ અહેવાલો માટે કોઈ જગ્યા નથી. અમારે તેના વિશે કંઈ કરવાની પણ જરૂર નથી. કામ પર, હું મારી આંખો પર બ્લાઇંડર રાખું છું અને માત્ર કામ પર ધ્યાન કેન્દ્રિત કરું છું.
કેટરિના અને વિકી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એવા સેલિબ્રિટી કપલ્સમાંથી એક છે જેમણે પોતાના અફેરને લાંબા સમય સુધી મીડિયાથી છુપાવીને રાખ્યું હતું. જો હર્ષવર્ધન કપૂરે ઈન્ટરવ્યુ દરમિયાન કેટરિના અને વિકી કૌશલ સાથે હોવાની અફવા અંગે સત્ય ન કહ્યું હોત તો લોકો તેને અફવા જ ગણતા. જણાવી દઈએ કે આ દિવસોમાં કેટરીના કૈફ ફિલ્મ સૂર્યવંશીના પ્રમોશનમાં વ્યસ્ત છે.