દારૂ પી ઝગડો કરતા પતિ અને ત્રાસ આપતા સાસુ,નણંદ વિરુદ્ધ નોંધાતો ગુનો
શહેરમાં મહિલા પોલીસ સ્ટેશનમાં વધુ એક ત્રાસની ફરિયાદ નોંધાય છે. જેમાં ચોકડી નજીક શિવનગર મેઈન રોડ ઉપર રહેતા કાજલબેન બાંભવાને તેના પતિ રવિ સાસુ લક્ષ્મીબેન અને નણંદ કાજલબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું હતું કે તેનો પતિ દારૂ પીને તેની સાથે અવારનવાર ઝઘડો કરતો હતો જ્યારે તેના સાસુ અને નણંદ તેને મેળા ટોળા મળી ત્રાસ આપતા હોવાથી તેને મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગે કાજલબેનએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓના પ્રથમ અને તેના પતિના બિજા લગ્ન છે. લગ્ના એક માસ સુધી તેને સારી રીતે રાખ્યા બાદ પતિ દ્વારા તેની સાથ ઝઘડો કરી ‘મારે તુ જોઈતી નથી, મને અ તારા કરતા પણ સારી છોકરી મળી જશે. પહેલા પણ એક હતી અને તું જતી રહીશ તો ત્રીજી પણ મળી રહેશે.’ ,,તેમ તેના માતા વિશે અપશબ્દો કહેતો હતો. પતિને દારૂ અને જુગારનું વ્યસન હોય ઘરે મોડા આવી ઝઘડો કરી ધમકી આપતો અને ઘર ખર્ચ માટે પૈસા પણ આપતો નહીં. તેમજ તેની કોઈ વાત સાંભળતો નહીં અને કામવાળાની જેમ રાખતો હતો તે સાસુના કહ્યા મુજબ જ કરતો હતો બને ભાઈ-બહેનનાં સામ સામે લગ્ન હોવાથી સાસુ તેને મારી દિકરી જેમ ક2ે તેમજ તારે ઘરમાં કામ કરવાનું કહી.
મેળા ટોણા મારતા હતા. કે ઘરની બહાર નીકળવા દેતા નહીં. પાડોશમાં કોઈની સાથે વાત કરતાં જોવે તો ઝઘડાઓ કરતા હતા. ઘરની ડેલી પાસે તે ઉભા હોય તો સાસુને ગમતું નહી અને આ બાબતે ઝઘડા કરતા હતા.મોટા નણંદ કે જે તેના ભાઈના પત્ની છે. તે તેના ઘરે આવે ત્યારે અમારા બાપનું મકાન છે. તું જતી રહીશ તો મારા ભાઈને તો બીજે લગ્ન થઈ જશે તેમ કહેતી તેના ભાઈને પણ ચડામણી કરી ઝઘડો કરાવતી હતી તે વારે-તહેવારે રોકાવા આવે ત્યારે સાસુને ચડામણી કરી ઘરમાં ઝઘડાઓ કરાવતી હતી.
જેના કારણે તે રિસામણે ચાલી ગઈ હતી. પરંતુ સમાધાન થતા સાસરીયા તેને તેડીગયા હતા. જે બાદ દોઢ માસ સારી રીતે ગયા હતા. જે બાદ તેના નાના નણંદના ઘરે લાડવા લઈને ગયા બાદ ઘરે આવી ઘરમાંથી કાઢી મુકતા તે માવતરના ઘરે ચાલી ગઈ હતી.અને ત્રાસ આપતા સાસરિયાં વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે.