ઉના પોલીસે મંગેતર વિરુઘ્ધ મરવા મજબુર કર્યોનો ગુનો નોંધી કરી ધરપકડ

ઉનાના દેલવાડા ગામે રહેતી યુવતિને તેના મંગેતર ‘તું કાળી છો મને નથી ગમતી મારે સગાઇ તોડવી છે’ તેમ મેસેજ કરતા યુવતિને આ વાતનું મોઠુ લાગી આવતા તેણીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જેમાં પોલીસ યુવતિના પરિવારની ફરીયાદ પર મંગેતર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

ઉના તાલુકાના દેલવાડા ગામે રહેતા વિપુલભાઇ દીનેશભાઇ જેઠવાએ ઉના પોલીસમાં એવી ફરીયાદ નોંધાવેલ છે કે તેમની નાની બહેન સેજલબેન દિનેશભાઇ જેઠવા (ઉ.વ.ર1) રે. દેલવાડા વાળીની સગાઇ ઇન્ડીયન આર્મિમાં નોકરી કરતા સીમર ગામના ધર્મેશભાઇ લાખાભાઇ મેવાડા જાતે કોળી સાથે થઇ હતી. યુવતિ સેજલબેન અને તેનો મંગેતર ધર્મેશ મોબાઇલ ફોન ઉ5ર મેસેજની આપલે કરતા વાતો કરતા અને ધર્મેશે સેજલને એવો મેસેજ કરેલ કે તું કાળી છે તુ મને ગમતી નથી મારે સગાઇ કરવી ન હતી.

તેમ છતાં 17-7-22 ના સગાઇ કરવી પડી હતી. તુ મરી જા નહીંતર હું મરી જાઉ તેમ ચેટ કરી મેણા ટોણા મેસેજમાં મોકલ હોય તેથી સેજલ કંટાળી જઇ તેમના ઘરે ઉપરના રુમમાં જઇ ઝેરી દવા પી જતા ઉલ્ટી થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડેલ હતા જયાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. પોલીસુ મરણ જનાર સેજલબેન નું ટેબલેટ બતાવતા પોલીસે આરોપી સામે યુવતિને મરવા મજબુુર કર્યાનો ગુનો દાખલ કરી મહિલા પી.એસ.તથા સ્ટાફે આરોપી ધર્મેશ લાખાભાઇ મેવાડાની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેમને જેલ હવાલે કરવાનું કહેતા જુનાગઢ સેન્ટ્રલ જેલમાં મોકલી આપેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.