ગુ‚વારે આપાગીગાના ઓટલે મહાયજ્ઞ બાદ સાધુ-સંતો દ્વારા બીડુ હોમાશે: મહાપ્રસાદ, ભેટ-પૂજા અને આરતીનું વિશેષ આયોજન
૨૪ કલાક સતત મહાપ્રસાદની સેવા આપતા આપાગીગાના ઓટલે કાયમી ૩ થી ૪ હજાર લોકો ભોજન લે છે પરંતુ તહેવારો અને સંતવાણી સમયે વિશેષ આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ૫-૭ હજાર દિકરીઓ માટે રાસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંતિમ દિવસ એટલે તા.૧૮ને ગુ‚વારના રોજ સાંજે ૪:૧૫ કલાકે દિવ્ય ભવ્ય નવરાત્રી અનુષ્ઠાન મહામાંગલ્ય મહોત્સવના મહાયજ્ઞ બાદ પૂર્ણાહુતિ નિમિત્તે બીડુ હોમવામાં આવશે.
‘અબતક’ સાથેની મુલાકાતમાં મહંત નરેન્દ્રબાપુએ જણાવ્યું હતું કે, સતાધારના જીવરાજબાપુના માર્ગદર્શન અને ઈચ્છા શક્તિથી આપાગીગાનું સંચાલન શકય બન્યું છે અને હું તો માત્ર નિમિત બન્યો છું, ભોજન તો ભગવાન કરાવે છે.
આપાગીગાની શ‚આત મુળ ગુરૂ ગેબીનાથી, ત્યારબાદ થાન, તાલાડા, સત્તાધાર અને પછી આપાગીગાના ઓટલે થઈ હતી. કહેવાય છે કે, પશ્ર્ચિમ ધરામાં પિર પૂંજા પગટયા, એવા પશ્ર્ચિમના પ્રવેશમાં આવેલા ઓટલે બહારના લોકો પણ પ્રસાદ લે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દાનવિર કર્ણએ સોનાનું દાન કરવાનો નિયમ બનાવ્યો. એક વખત તેના દ્વારે ભિક્ષુક આવી ચડયો જયારે કર્ણએ તેને પણ સોનુ આપ્યુ ત્યારે તેને કહ્યું કે મહારાજ મને સોનુ નહીં રોટલો આપો, ભુખ્યો છું, ત્યારે તેને ભોજનીયા કરાવતા ભિક્ષુકની આંતરડી ઠરી, ત્યારબાદ કર્ણએ કહ્યું કે,
ભગવાન મને મનુષ્ય અવતાર આપો મારે સોનુ નહીં રોટલાનું દાન કરવું છે ત્યારે તેને શેઠ ચેલાનો અવતાર મળે છે. માટે ભોજન એક યજ્ઞ છે, દેહ નાશ પામે છે ત્યારે આત્મા અમર છે, જયારે કોઈ ભોજન આરોગે છે ત્યારે તેની આત્માને સંતોષ થાય છે.
કોઈ જ‚રીયાતમંદને જમાડવાથી તેના આશિર્વાદ મળે છે. આપણા જેટલા ભગવાન છે તેમાના એક પણનો જન્મ સૌરાષ્ટ્રમાં થયો નથી છતાં રામ અને કૃષ્ણ આખરે અહીં સમાણા છે. સૌરાષ્ટ્રમાં દેહાણ પરંપરાના રોટલાની તાકાત છે માટે જ સૌરાષ્ટ્રની વિવિધ ગરબી મંડળની બાળાઓ માટે વિશેષ મહાપ્રસાદ અને અન્નકોટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિકરીઓને લ્હાણી ઉપરાંત રોકડ લક્ષ્મી પાન પ્રસાદ‚પે આપવામાં આવશે.