સુર્યની તેજ કિરણોના કારણે શિખર ધવનને રમવામાં તકલીફ પડતી હોવાથી અમ્પાયરને કરવામાં આવી હતી ફરિયાદ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ વન-ડેમાં એક અજીબ ઘટના સામે આવી હતી. મેચ દરમિયાન વરસાદ કે પછી બેડલાઈટના લીધે મેચ બંધ થતો જોવા મળે છે પરંતુ પ્રથમ વખત સુર્યના અજવાશના કારણે મેચ બંધ થયો હતો. ખેલાડીઓને અજવાશના કારણે દડો પણ જોવામાં તકલીફો થતી હતી જેને લઈ મેચને બંધ કરી દેવામાં આવ્યો હતો. કહી શકાય કે ભારત પોતાની ૧૦મી ઓવર પછી જયારે શિખર ધવન અને વિરાટ કોહલી બેટીંગ કરી રહ્યા હતા ત્યારે અમ્પાયર દ્વારા મેચનો રોકવાનો નિર્ણય લેવાયો હતો. ન્યુઝીલેન્ડ તરફથી લોકી ફરગયુસ્ન જયારે બોલીંગ કરી રહ્યો હતો ત્યારે શિખર ધવનને સુર્યના અજવાશના કારણે રમવામાં મુશ્કેલી પડતી હતી જેની ફરિયાદ અમ્પાયરને કરતા ફિલ્ડ અમ્પાયર દ્વારા મેચ રોકવામાં આવ્યો હતો.

મેચ જયારે રોકવામાં આવ્યો ત્યારે ભારત પોતાની ઈનિંગમાં ૧૦.૧ ઓવર રમી ચુકી હતી જેમાં તેને ૧ વિકેટ ગુમાવી ૪૪ રન નોંધાવ્યા હતા. જયારે ઓપનર શિખર ધવન ૨૯ રન અને કેપ્ટન વિરાટ કોહલી ૨ રન બનાવી ક્રિઝ ઉપર રમી રહ્યા હતા. સુર્યના ખુબ અજવાશના કારણે નેપિયરના મેદાન પર સુપર સ્મેસના મુકાબલાને પણ રોકવામાં આવ્યો હતો. આ પ્રકારની ઘટનાનું એકમાત્ર કારણ એ છે કે નેપિયર ગ્રાઉન્ડ પરની પીચ પૂર્વ પરથી શરૂ થઈ પશ્ચિમ દિશા સુધી બનાવવામાં આવ્યું છે.

જયારે અન્ય ગ્રાઉન્ડો પરની વાત કરવામાં આવે તો ત્યાંની પીચ ઉતરથી દક્ષિણ તરફ બનાવવામાં આવતી હોય છે. ન્યુઝીલેન્ડ દેશ એ દેશ છે કે જે પૃથ્વીની ભૌગોલિક રીતે સૌથી નીચે આવેલો દેશ માનવામાં આવે છે. કારણકે ભારતીય સમય અનુસાર રાત્રીના ૩:૩૦ થી ૪:૦૦ વચ્ચે મેચ શરૂ થતો હોય છે ત્યારે ન્યુઝીલેન્ડમાં સવારના ૯:૦૦ થી ૯:૩૦નો સમય થતો હોય છે એટલે કે ન્યુઝીલેન્ડમાં સુર્યોદય ખુબ જ વહેલો થવાથી આ પ્રકારની તકલીફનો સામનો ખેલાડીએ કરવો પડે છે જયારે અન્ય મેદાનોની સરખામણીમાં ન્યુઝીલેન્ડના નેપિયરનું મેદાન અન્ય કરતા પણ અલગ માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.