નાદાર જાહેર થયેલા માલ્યા પરિવારજનોના પૈસે દિવસો પસાર કરી રહ્યાનો લંડન હાઈકોર્ટમાં દાવો
સમય સમય બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન
એક જમાનામાં ધનના ઢગલામાં આળોટતા લિકરકિંગ અને બેંકની અબજો રૂપીયાના કરજની ભરપાઈ કરવામાં નાદાર જાહેર થયેલ ઉદ્યોગપતિ વિજય માલીયા અત્યારે પોતાના બાળકો અને પરિવારની સહાયથી દિવસો કાપી રહ્યો છે. નાદારી કેસનો સામનો કરી રહેલો વિજય માલીયા અત્યારે ભાગીદાર, પત્નિ, પી.એ. ઓળખીતા, બિઝનેશમેનો અને પોતાના બાળકો પર નિર્ભર બની ગયો હોવાનો લંડન હાઈકોર્ટમાં જણાવાયું હતુ.
વિજય માલીયા પર ૧૩ બેંકોનાં ૧૧ હજાર કરોડ રૂપીયાનું કરજ છે ૧૧ સપ્ટેમ્બરે માલીયા સામે બેંક સાથે છેતરપીડીનો કેસ દાખલ થયો હતો. વિજય માલીયા બેંકનું કરજ ચૂકવવા માટે સંપૂર્ણ નાદાર જાહરે થયા છે. અત્યારે તેની વ્યકિતગત અસકયામત ૨૯૫૬ કરોડ સુધી સિમિત થઈ ગઈ છે.
બેંકોને લંડન કોર્ટને માહિતી આપી છે કે વિજય માલીયાની પત્નિ પિંન્કી લાલવાણીની વાર્ષિક આવક ૧.૩૫ કરોડ રૂપીયા છે. જે મુજબ માલીયાના પી.એ. મહેલ અને એક ઓળખીતા વેપારી બેદી પાસેથી અંગત ખર્ચ માટે ૭૫.૭ લાખ રૂપીયા અને ૧.૧૫ કરોડ લઈ ચૂકયા છે. લંડન કોર્ટમાં એવી માહિતી આપવામાં આવી છે કે વિજય માલીયા પર બ્રિટીશ સરકારના ટેક્ષના ૨.૪૦ કરોડ અને વકિલ મેકથલેસની ફીના પૈસાની સાથે ભારતની બેંક સામે કેસના ૩.૩૭ કરોડ અને ૧.૫૭ કરોડ પણ ચૂકવ્યા નથી.
માલીયા વકિલે કોર્ટને જણાવ્યું છે કે ૧૬.૨૧ લાખના ખર્ચને બદલે હવે માલીયા મહિનાના ૨૬.૫૭ લાખમાંજ ગુજરાન ચલાવે છે. હવે સાડા ચૌદલાખ રૂપીયાનો ખર્ચ કરવો પરવડે તેમ નથી માલીયા જીવનનિર્વાંહ માટે અઠવાડીયાના ૧૬.૫૧ લાખ વાપરવાની મંજૂરી આપી હતી. માલીયા પર દક્ષિણ આફ્રિકાની બેંકોએ પણ ૩૦.૬ કરોડની બાકી રકમ વસલાતનો દાવો કર્યો છે.લંડન કોર્ટમાં વિજય માલીયાના અંગત ખર્ચની સમિક્ષા કરવામાં આવી હતી. કોર્ટમાં વિજય માલીયાએ પોતાની બેહાર આર્થિક સ્થિતિનું આખુ ચિત્ર રજૂ કર્યું હતુ. અત્યારે માલીયા સંપૂર્ણ પણે તેમના બાળકો અને પત્નિ પર નિરભર હોવાની દલીલ કરવામાં આવી હતી.
વિજય માલીયા પર આવી પડેલી આ આફતમાં તેની પત્ની અને બાળકો તેના વ્હારે આવ્યા હોવાનું કોર્ટ સમક્ષ ઉજાગર થયું છે. પિતાને કાનુની સકંજામાંથી ઉગારવા માટે માલિયાની પત્નિ પિન્કી લાલવાણી અને પરિવાર તેના કરજનો કેટલોક ભાગ ભરવા માટે તૈયાર હોવાનું કોર્ટને જાણવા મળ્યું છે. વિજય માલીયા પાસે કરજની વસુલાત કરવા માટે કિમંતી માલસામાન, મોટરો અને કેટલીક રોકડ રકમની નિલામીની તૈયારી પણ દર્શાવી છે. ભારતની બેંકોને અબજો રૂપીયાના કરજ પાછા આપવાને બદલે નાદારી નોંધાવી દેનાર માલીયા હવે લંડનની કોર્ટમાં હવે પ્રત્યાપણથી બચવા અંતિમ પ્રયાસો કરી રહ્યો છે. બ્રિટન કોર્ટમાં માલીયાએ રજૂ કરેલી આર્થિક સ્થિતિ જોતા અત્યારે તે તદન નિ:સહાય બની ગયો છે.