‘હોલી કે રંગ રાજકોટ કે સંગ’ હિન્દી હાસ્ય કવિ સંમેલનમાં કવિઓએ મારી ‘સપ્તરંગી’ શબ્દોની પિચકારી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્વ નિમીતે વર્ષોની પરંપરા મુજબ આયોજીત કરવામાં આવતા કવિ સંમેલનને રાજકોટવાસીઓએ મધ્ય રાત્રી સુધી મન ભરીને માણ્યો હતો. હિન્દી હાસ્ય કવિ સંમેલનમાં જામતી રાત્રીએ કવિઓએ રાજકોટીયન્સને શબ્દ રંગમાં ભીંજવી નાખ્યા હતા.
“સરહદ કે ફેરો કે આગે સાત ફેરો કો ભૂલા દુંગા,
મેરી લાશ કો મિલે તિરંગા મરકે ભી જી જાઉંગા
જેવા વિર રસના કાવ્યો ઉપર શ્રોતાઓ આફ્રિન પોકારી ઉઠયા હતા. ઉદેપુરી આવેલા અજાત શત્રુએ પુરા હાસ્ય કવિ સંમેલનનું સ્ટેજ સંચાલન ખૂબજ હળવી શૈલીમાં કરતા વાતાવરણને રંગમય બનાવી દીધું હતું. આ ઉપરાંત તેજનારાયણ બૈયેન (મુરૈના), નવનીત હુલ્લડ (મુંબઈ), અશોક ચારણ (જયપુર), હિમાંશુ બવંડર (ઉજ્જૈન) જેવા કવિઓ વચ્ચે એક માત્ર કવિયત્રી ભૂવન મોહિનીને (ઈંદોર) શ્રૃંગાર રસની કવિતાઓ ઉપર ખુદ દાન મળી હતી. અજાત શત્રુ અને ભુવન મોહિનીની નોકઝોકને શ્રોતાઓએ ખુબ હળવાશી માણી હતી.
રેસકોર્ષના કવિ રમેશ પારેખ રંગભવનના ગ્રાઉન્ડમાં આયોજિત હિન્દી હાસ્ય કવિ સંમેલનમાં શ‚આતની પાંખી હાજરી બાદ ઠીક-ઠીક કહી શકાય એટલા શ્રોતાઓ આવ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ સનેી મેયર ડો.જૈમન ઉપાધ્યાયે રાજકોટવાસીઓને હોળીની શુભેચ્છા આપી રાજકોટ મહાનગરપાલિકાનાં યોજાતા રહેતા આ પ્રકારનાં લોકભોગ્ય કાર્યક્રમોની જરૂરીયાત દર્શાવી હતી. પુષ્કર પટેલ, જયમીન ઠાકર, કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી સહિતનાં આગેવાનોએ શહેરીજનો સો મનભરી કાર્યક્રમનાં અંત સુધી મજા માણી હતી.
ડો.જૈમન ઉપાધ્યાયે ‘અબતક’ સોની વાતચીતમાં શહેરીજનોને શુભકામનાઓ આપતા વધુમાં જણાવ્યું હતું કે, રંગોનો તહેવાર માત્ર સુકા રંગોી ઉજવવો. પાણીનો બગાડ સમયની માંગ પ્રમાણે ન કરવો અને સોહાર્દપૂર્ણ વાતાવરણમાં તહેવારનો આનંદ ઉઠાવવાની રાજકોટની પરંપરા જાળવી રાખવી શહેરીજનો માટે આયોજીત કાર્યક્રમોમાં શહેરીજનો જે રીતે ઉત્સાહપૂર્વક ભાગ લ્યે છે તે માટે પણ મેયરે શહેરીજનોનો આભાર વ્યકત કર્યો હતો.