રશિયા અને યુરોપમાંથી ઉંચી ઔલાદના કૂતરા બેગમાં છૂપાવીને ભારત લવાય છે! એરપોર્ટ ઉપર સઘન તપાસ
ન હોય કૂતરાની ‘સ્મગલિંગ’નો ધંધો બેફામ છે. ખાસ કરીને રશિયા-યુરોપમાં કૂતરાની ‘સ્મગલિંગ’નો ધંધો ફાલ્યો ફૂલ્યો છે. આ અંગે સતાધીશોને બાતમી મળતા એરપોર્ટ પર સઘન તપાસ થઈ રહી છે.
દેશની રાજધાની નવી દિલ્હી ખાતેનાં ઈદિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે રશિયા અને યુરોપથી આવતી ફલાઈટોમાં ચેકીંગ વધુ કડક બનાવી દીધું છે. સ્મગલરો યુકિત કરીને બેગમાં છૂપાવીને લાવે છે જોકે, કસ્ટમ ઓથોરિટી પાસે રહેલી સ્કેનીંગ સીસ્ટમ (મશીન) એટલા બધા એડવાન્સ થઈ ગયા છે કે બેગમાં છૂપાવેલીક વસ્તુ શુ છે, કેટલી સંખ્યામાં છે. વિગેરે જાણકારી આસાનીથી સ્ક્રીન પર જોઈ શકે છે. આ સિવાય બેગેજમાં આવતા ડોગને ખૂબજ તકલીફ થાય છે. કેમકે તેમની હાલત કફોડી થઈ જાય છે. દર્દ પણ ખૂબજ થાય છે.
ડોગની સ્મગલિંગ કરીને તેને લોકલ માર્કેટમાં ઉંચી કિંમતે વેંચવામાં આવે છે. ડોગની જાત પ્રીમીયમ હોય છે.તેથી તેની ઉંચી કિંમત શ્ર્વાન પ્રેમીઓ આપે છે. રાજધાની ખાતે એરપોર્ટ પર કસ્ટમ વિભાગે એક મુસાફરની બેગમાંથી ગલુડિયું પકડયું હતું. એક કસ્ટમ અધિકારીએ જણાવ્યું કે ઈસ્ટર્ન યુરોપ અને ખાસ કરીને રશિયાથી આવતી ફલાઈટો પર અમે વોચ રાખી રહ્યા છીએ કેમકે ત્યાંથી જ સૌથી વધુ ડોગ સ્મગલીંગ થાય છે. આ ડોગ સ્મગલીંગ રેકેટને બ્રેક કરવા માટે કસ્ટમ વિભાગે કમર કસી છે.