જોડીયા બાળકો સાથે જન્મે છે માટે તો જોડીયા કહેવાય છે પરંતુ અમેરિકામાં એવા બાળકો જન્મ્યા છે જેમાં એક વર્ષનો અંતર છે તમને જાણીને નવાઇ લાગતી હશે પરંતુ આ એક હકીકત છે. કેલિફોર્નિયામાં ન્યુયરની સાંજે જુડવા ભાઇ-બહેનનો જન્મ થયો જોકવીન અને એન્ટિના દે જિજસ ઓન્ટેવિરિયસનો જન્મ ૨૭ જાન્યુઆરીએ થયો હતો. હકીકતમાં તેમની માતા મારિયાને ન્યુ યરની સાંજે લેબર પેઇન થતા તાત્કાલિક જ સારવાર માટે કેલિફોર્નિયાના ડિલાનો રિજિયનલ મેડિકલ હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવી હતી.
મારીયાની પુત્રી જોકવીનનો જન્મ ૩૧ ડીસેમ્બર રાત્રે ૧૧.૫૮ વાગ્યે થયો તો બીજી પુત્રી એન્ટિનાનો જન્મ ૧લી જાન્યુઆરી ૧૨.૧૬ મિનિટે થયો હતો. જેમાં એકનો વજન ૨ કિલો તો બીજી બાળકીનો વજન ૧.૮ કિલો રહ્યો હતો હવે જન્મ તારીખ બંનેની સરખી પંરતુ વર્ષ બંનેનું અલગ-અલગ એક-એક બાળકી ૨૦૧૭માં જન્મી તો બીજી ૨૦૧૮માં થઇ ગયો. જો કે બન્ને બાળકીઓ હાલ સ્વસ્થ છે. પરંતુ થઇ ગયોને ૧ વર્ષનો અંતર !!!