શું તમે સપનામાં પણ વિચારી સકો છો ક તમે એક દિવસમાં 35 કિલો જમવાનું આરોગી સકો. તમે પણ પડી ગાયને વિચારોમાં કે એક દિવસમાં આટલું બધુ કોણ ખાય સકે. આપણે કાઠીયાવાડ ની એક કહેવત પણ છે કે, ’તારે પેટ છે કે પટારો’… બસ આવું જ કઈક એક રજનિ સ્ટોરી છે જ એક દિવસમાં 35 કિલો ખોરાક આરોગી લેતો હતો. તો આવો જાણીએ આ રાજા વિશે…
બાદશાહ મહંમદ બેગડો :
સુલ્તાન અબુલ ફત્હ નસિરુદ્દીન મહેમુદશાહ ૧ (શાસનકાળ: ૨૫ મે ૧૪૫૮- ૨૩ નવેમ્બર ૧૫૧૧) એ મહમદ બેગડા ના નામથી પ્રસિદ્ધ ગુજરાતના મુઝફ્ફર વંશના રાજ્યકર્તા સુલ્તાન હતા.
તેમણે જુનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતાં તેથી બે ગઢ જીતનાર, બેગડા (બે ગઢા) નામ પડ્યું હતું. તેઓ ખૂબ ધાર્મિક હોઇ જાણીતા હતા. તેમના વિજયોથી, તેમણે માલવામાં તેના વિજય દ્વારા ગુજરાત સલ્તનતનો મહત્તમ વિસ્તાર કર્યો અને ૪૩ વર્ષ સુધી શાસન કર્યું.
મહમદ બેગડા એ પોતાને ઇલ્કાબો જેવા કે સુલ્તાન અલ્-બાર્ અને સુલ્તાન અલ્-બાહર્ અર્થાત “પૃથ્વીના સુલ્તાન, સમુદ્રના સુલ્તાન” થી નવાજ્યાં. તેમણે ચાંપાનેરને રાજધાની બનાવી હતી. તેમણે સરખેજ, રસુલાબાદ (સાજીદે મજીલ), વટવા, અમદાવાદ, ચાંપાનેર અને ધોળકામાં મસ્જિદ, રોજા વગેરે બનાવ્યાં.
આ બધી તો એની પ્રાથમિક માહિતી થઈ આજે અમે તમને વાત કરવાની છી એના રોજના ખોરાક વિશે. મહમદ બેગડાને રોજનું 35 કિલો જમવાનું જોતું હતું.
મહમદ બેગડાનો નાસ્તો :
કહેવામા આવે છે કે મહમદ બેગડાને સવારના નસ્તમાં એક વાટકો માખણ, એક વાટકો મધ અને 150 નંગ કેળાં સવારે નાસ્તામાં જોતાં હતા…
મહમદ બેગડાનું જમવાનું :
એવું પણ કહેવામા આવે છે કે મહમદ બેગડા રોજનું 30 થી 35 કિલો જમવાનું આરોગતો હતો. અને બધા રાજાઓમાથી મહમદ બેગડાનો જમવામાં નંબર આવતો હતો. ત્યારે બધા રજાનો મહમદ બેગડાના જમવાને લઈને પાછા પડતાં હતા.
તમને કોઈ જમ્યા બાદ પાછું જમવાનું પૂછે તો તમારી ના જ હસે પણ મહમદ બેગડા બધા થી અલગ હતા જમ્યા બાદ ડિસર્ટમાં 4.6 કિલો મીઠા ભાત ખાતા હતા.
આ ઉપરાંત રાતના ટાઈમે અચાનક ભૂખ લાગે તે માટે મહમદ બેગડા પોતાના તકીયા નીચે સમોસા રાખીને સૂતા હતા. તે ભુખ ને જરા પણ જીરવી શકતા ન હતા. આખા દિવસનું ભોજન ને તમે એકઠું કરો તો આખા દિવસનું 35 કિલો જેવુ ભોજન થતું હતું.