ત્રિશુલ ચોકમાં આર્થિક ભીંસથી કંટાળી દુકાનમાં ગળાફાંસો ખાઈ યુવાને જીવન ટૂંકાવ્યું
આપઘાત,રાજકોટ
રાજકોટમાં વધુ એક યુવાને આર્થિક ભીંસથી કંટાળી જિંદગી ટૂંકાવ્યાનો બનાવ પોલીસ ચોપડે પ્રકાશમાં આવ્યો છે. જેમાં ત્રિશૂલ ચોક પાસે આવેલી વાત્સલ્ય એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ નામની ઓફિસમાં ગઈકાલે યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. અને સોસિયલ મીડિયામાં “હું જીવનમાં સફર ન થયો “સ્ટેટ્સ મૂક્યુ હતું.બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસમથકને થતા સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો.અને વધુ કાર્યવાહી હાથધરી છે.
બનાવની મળતી માહિતી મુજબ સહકારનગર-4માં રહેતો અને ત્રિશુલ ચોકમાં બંધ હાલતમાં રહેલી વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટની બિલ્ડિંગમાં ભાડે દુકાન રાખી ધંધો કરતા નિકુંજ રજનીકાંતભાઇ કાચાએ દુકાનમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.બનાવની જાણ ભક્તિ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે,મૃતક નિકુંજ બે ભાઇમાં નાનો હતો. તેના લગ્ન થયા હતા, પરંતુ પત્ની સાથે મનમેળ નહિ થતા છૂટાછેડા થઇ ગયા હતા. તે છૂટક વેપાર કરવા તેને લોન પણ લીધી હતી, પરંતુ મહામારીને કારણે ધંધા સરખા ચાલતા ન હોય હપ્તા ભરવામાં અસફળ રહેતા તેને નોટિસ પણ મળી જેથી તેને આર્થિકભીંસથી કંટાળી આ પગલું ભર્યાનું હાલ સામે આવ્યું છે.આપઘાત કરતા પૂર્વે લખેલી સ્યૂસાઇડ નોટમાં પોતે આર્થિક ભીંસથી કંટાળીને પગલું ભરી રહ્યો હોવાનું લખ્યું છે. આ ઉપરાંત નિકુંજે સોશિયલ મીડિયામાં પણ પોતે આપઘાત કરતો હોવાનો મેસેજ પોસ્ટ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.બનાવથી પરિવાર શોકમાં ગળકાવ થયો છે.