પ્રથમ લગ્ન છૂપાવી કાળમેધડાની યુવતિ સાથે પ્રેમ લગ્ન કરી ગર્ભવતી બનાવી તરછોડી દીધી:  અંધશ્રઘ્ધા કારણભૂત હોવાની શંકા

કાલાવાડ તાલુકાના કાળમેધડા ગામની યુવતિને જામકંડોરણા તાલુકાના ધોળીધાર ગામના પરિણીતા યુવાને પ્રેમઝાળમાં ફસાવી પ્રેમલગ્ન કરી મઘ્યપ્રદેશના રતલામ લઇ જઇ અવાર નવાર શરીર સંબંધ બાંધી ગર્ભવતિ બનાવ્યા બાદ પરત પોતાના વતન આવ્યા બાદ પતિ સહીતના સાસરીયાઓએ અંધશ્રઘ્ધાના કારણે માથાના વાળની લટ કાપી માર મારી ઘરમાંથી કાઢી મુકયાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાળમેધડા  ગામની વતની સોનલ કાળુ સાડમીયા નામની પરિણીતાએ પોતાના પતિ કાળુ હમીર ઉર્ફે હમલો દીયર ચના, સસરા હમીર ઉર્ફે હમલો અને રાજકોટ રહેતા નણદોયા વિપુલ નામના શખ્સોએ કુવાડવા રોડ પરના માલીયાસણ પાસેથી જીજે ૩ જેઆર ૦૬૬૨ નંબરની કારમાં ધોળીધાર લઇ જઇ માર મારી માથાના વાળની લટ કાપી કાઢી મુકયાની કુવાડવા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.

સોનલબેન દોઢેક વર્ષ પહેલા પોતાના પિતા કુંરજી જખાણીયા સાથે જેતપુર ખાતે મજુરી કામે ગઇ હતી ત્યારે ત્યાં મજુરી કામે આવેલા ધોળીધારની કાળુ હમીરના પરિચયમાં આવતા બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા બાદ બન્ને ચોટીલા જઇને પ્રેમલગ્ન કરી મઘ્યપ્રદેશના રતલામ ખાતે મજુરી કામે જતા રહ્યા હતા.

તે દરમિયાન કાળુએ અવાર નવાર શરીર સંબંધ બાંધી ગર્ભવતી બન્યા બાદ કાળુ અને સોનલ હોળી નીમીતે વતન આવવા નીકળ્યા હતા. ગત તા.ર૧મી માર્ચે માલીયાસાણ ખાતે રમેશ પાસેથી પૈસા લેવાના હોવાથી બન્ને ત્યાં બસમાંથી ઉતરી બેઠા હતા. તે દરમિયાન  રમેશે કાળુના પિતાને ફોન કરીને કાળુ અને સોનલ માલીયાસણથી માહીતી આપી દેતા જીજે ૩ જેઆર ૦૬૬૨ નંબરના કારમાં દીયર ચનો, સસરો હમીર અને નણદોયા વિપુલ માલીયાસર આવી બન્ને બળજબરીથી કારમાં ધોળીધાર લઇ ગયા હતા.

ધોળીધાર પહોચ્યા બાદ કાળુના અગાઉ લગ્ન થયાનું જાણવા મળ્યું હતું. તે પણ પોતાના પરિવાર તરફ થઇ સોનલને તને હવે અમે રાખવા માંગતા ન હોવાનું કહી પતિ સહીતના ચારેય શખ્સોએ માર મારી માથાના વાળની લટ કાપી રાજકોટના સબ સ્ટેશન પાસે મુકી જતા રહેતા સોનલે પોતાના બનેવી રમેશને બોલાવી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા બાદ ચારેય સામે ફરીયાદ નોંધાવી હતી.સોનલ માથાના વાળની લટ કાપવા પાછળ અંધશ્રઘ્ધા કારણભૂત હોવાની શંકા સાથે કુવાડવા પોલીસ મથકના હેડ કોન્સ. હમીરભાઇ સબાડ સહીતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.