માસ્ક હવે આપણાં બધા માટે એક ઘરેણું થઈ ગયું છે, ઘરની બારે નિકડો ત્યારે બીજી ભૂલી જશો તો ચાલે પરંતુ જો માસ્ક ભૂલી ગયા તો આપણે કોરોના ને પણ આવકાર્યે છે અને દંડતો ભરવાનો જ, અને હા હવે તો માસ્ક સાથે રેહતાં શીખવું જ પડશે, કેમ કે જ્યાં સુધી કોરોના છે ત્યાં સુધી માસ્ક તો પહરવું જ પડશે,
પરંતુ હાલ જે પરિસ્થિતી સર્જાય છે એ એવું છે કે આપણી બાજુ માથી આપણાં સબંધી કે મિત્ર નિકળી પણ જાઈ તો ઓળખાતા નથી, આવું ઘણી વાર તમારી સાથે પણ થયું હશે, ત્યારે લોકડાઉન સમયમાં નાના નાના સ્ટુડિયો, ફોટોગ્રાફર કે જે લગ્ન સમારંભ અને અન્ય ફંકશન ફોટોગ્રાફી કરનારા ગુજરાતના અનેક ફોટોગ્રાફર કામ વગર મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે સ્ટુડિયો અને ફોટોગ્રાફર દ્વારા નવી જ ક્રિએટિવિટી શોધી લાવ્યા છે, તમે બધા એ ખુદના ફોટાના મોબાઈલ કવર, કિચન, મગ વગેરે જેવી અનેક વસ્તુ ઓ બનતી હોઈ છે જ્યારે હવે માસ્ક પણ આપણાં જ ફોટા વાળા બની શકે છે, જેમને નામ પણ આપવામાં આવ્યું છે, “ આઇ.કાર્ડ માસ્ક,” આપણી ઓળખ જરૂરી છે તે તમામ જગ્યાએ માસ્ક દુર કર્યા વગર વ્યક્તિની ઓળખ માટે આ આઇ.કાર્ડ ની ગરજ સારતા માસ્ક માત્ર ફેશન નહિ પણ તેનાથી એક પગલું વધારે પ્રાયોગિક ધોરણે તે ઓળખની પરિભાષા બની શકે છે. મેડિકલ મસ્કની ઉપર આ કોટન કાપડ પર પ્રિન્ટ કરી ઉપયોગમાં લેવાતું માસ્ક સિંગલ લેર છે, તે વોશેબલ પણ છે, તેમાં પણ માસ્કની કિંમત અને સ્વાસ્થ્ય બંને બાબતો ધ્યાનમાં રાખી કિંમત નો પણ તાલમેલ જળવાય તે પણ જરૂરી હતું. અને માત્ર 100 રૂપિયા જેવી કિંમતે આ માસ્ક તૈયાર કરી લોક ઉપયોગી બનાવ્યું છે,
સૌથી અગત્યની વાત એ છે કે સ્ટુડિયો તથા ફોટોગ્રાફી વ્યવસાયને આત્મનિર્ભર કરવા, અને બેંક ઑફિસો કે અન્ય જગ્યાએ જ્યાં વ્યક્તિ ઓળખ જરૂરી છે ત્યાં, અને તેવા દરેક વિભાગમાં કોરોના સાવચેતી માટે મેડિકલ માસ્ક ઉપરાંત આ આઇ.કાર્ડ માસ્ક નો આગ્રહ અમલમાં મૂકવો જોઈએ. ઢોલીવુડના ના કલાકારો આપણે ફેશન માસ્ક તારીખે પણ ઉપયોગ કરી રહ્યા છે, ઢોલીવુડના જીતેન્દ્ર ઠક્કર દ્વારા આઇ.કાર્ડ માસ્ક પહરું ને ફોટો શેર કરી અને કહ્યું હતું કે “ અબ કોઈ લોચા નહીં પડેગા…