PNB ગોટાળાના મુખ્ય આરોપી મેહુલ ચોકસીએ મુંબઈ હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. ઈન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટને લખેલા જવાબમાં મેહુલે કહ્યું કે ખરાબ સ્વાસ્થ્યના કારણે 41 કલાકની મુસાફરી કરીને તે ભારત નહી આવી શકે. ઈડીએ કહ્યું કે ચોકસી જાણી જોઈને તેના સ્વાસ્થ્યનું કારણ દર્શાવીને કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યો છે.
ચોકસીએ વધુમાં એ બાબત પણ જણાવી છે કે તે સતત બેન્કના સંપર્કમાં છે અને મામલાને ઉકેલવા લાવવા માંગે છે. મેહુલે વિડિયો કોન્ફોરન્સિંગ દ્વારા કરવામાં આવનાર પુછપરછમાં સામેલ થવા માટેની વાત પણ કરી છે.
મેહુલ ચોકસીની વિરુદ્ધ ઈન્ટરપોલે રેડ કોર્નર ઈસ્યુ કરી છે. સીબીઆઈની અપીલ પર આ નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે. તપાસ એજન્સીએ ગુરૂવારે આ અંગેની માહિતી આપી છે. 13,500 કરોડ રૂપિયાના પીએનબી ગોટાળાના આરોપી મેહુલ ચોકસી એન્ટીગુઆમાં રહી રહ્યાં રહ્યાં છે. તેના પ્રત્યાર્પણની કોશિશ કરવામાં આવી રહી છે.