આઇ.સી.એ.આઇ.ના એમ.એસ.એમ.ઇ. અને સ્ટાટ અપ કમિટીના ચેરમેન સી.એ. ધીરજ ખાંધેવાલેએ સ્ટાટ અપ સમીટ અને યુવાઓએ કેવી રીતે સ્ટાટ અપ કરવું ફાઇનાન્યસ કેવી રીતે મેળવું સહિતના મુદ્દે ચર્ચા કરી
આજે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે: 190થી વધુ બાળકો પોતાની કલાકૃતિ રજૂ કરશે
- 10 ઈંક્યુબેશન સેન્ટરને વધારી 50 સેન્ટર બનાવવાનો લક્ષ્ય
- રાજકોટ ખાતે રાજ્યની સ્ટાર્ટઅપ અને એમએસએમઇ અંતર્ગત હેલ્પડેસ્ક શરૂ કરાશે
- સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલી આઈ-હબ સંસ્થા રાજકોટ ખાતે આવી પહોંચી
- મુંબઇ અને દિલ્હીથી રોકાણકારો રાજકોટના આંગણે
રાજકોટ ખાતે આઈસીએઆઈ દ્વારા સ્ટાર્ટઅપ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. માત્ર રાજકોટ સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ દેશભરમાંથી સ્ટાર્ટઅપ ક્ષેત્રે સંકળાયેલા તજજ્ઞ ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી. કાર્યક્રમની શરૂઆત રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની 168 શાખાઓ હોવાથી દેશની અર્થવ્યવસ્થામાં ખૂબ મોટું યોગદાન સંસ્થાનું રહ્યું છે ત્યારે હાલ મેક ઇન ઇન્ડિયાની સાથોસાથ જે રીતે સ્ટાર્ટઅપ માટે સરકાર મહેનત કરી રહી છે તે વાતને ઉજાગર કરવા માટે રાજકોટના આંગણે રાજ્યની સૌથી મોટી સમેટનું આયોજન હાથ ધરાયું છે જે આગામી બે દિવસ સુધી વિવિધ વિષયો ઉપાધ યોજાશે.
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટ અકાઉન્ટન્સી ઓફ ઇન્ડિયાના કાઉન્સિલ સભ્ય ધીરજ ખંડેલવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ આવનારા સમયમાં સ્ટાર્ટઅપ અંગે વિશેષ માહિતી પણ આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે ભારતમાં ઘણા સ્ટાર્ટઅપ છે અને હાલ જે રીતે યુવા ધન ઉદ્યોગ ક્ષેત્રે પોતાની રૂચી દાખવી રહ્યા છે તેને જોઈ સરકાર પણ આ યુવા લોકોને ખૂબ સારી રીતે પ્રોત્સાહિત કરે છે ત્યારે સંસ્થાનો એ જ લક્ષ્યાંક છે કે વધુને વધુ લોકો અને યુવાઓ આ ક્ષેત્રમાં આવે અને દેશની અર્થવ્યવસ્થાને વધુ વિકસિત બનાવે. સમગ્ર ભારતમાં ચાર લાખ જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પોતાની સેવા આપી રહ્યા છે. આજના સમયમાં પીએ માત્ર કોઈ રિટર્ન ફાઈલ કે કોઈ ક્લેરિકલ વર્ક માટે જ નહીં પરંતુ હવે ઉદ્યમી પણ બની રહ્યા છે.
વધુમાં કાઉન્સિલ મેમ્બરે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ આઈસીએઆઈ પાસે 10 ઇન્કયુબેશન સેન્ટર છે જેને વધારી 50 કરવામાં આવશે. વધુને વધુ વિદ્યાર્થીઓ કે છે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી નો અભ્યાસ કરી રહ્યા છે તેમને આ સેન્ટરનો લાભ શું તારું રૂપથી મળી રહે અને સરકાર દ્વારા જે ફંડિંગ આપવામાં આવે છે તેનો પણ લાભ તેઓને મળતો રહે. રાજકોટના આંગણે આ સર્વ પ્રથમ વખત આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેમાં બ્રાન્ચના ચેરમેન સીએ સંજય લાખાણીની મહેનત ખરા અર્થમાં રંગ લાવી છે. બીજી તરફ તેઓએ ઉમેર્યું હતું કે આ સમિટમાં દિલ્હી મુંબઈ સહિતના શહેરોમાંથી રોકાણકારો પણ આવ્યા છે જે આવનારા બે દિવસ વિવિધ પ્રોજેક્ટ અંગે માહિતી મેળવશે અને રોકાણ પણ કરશે.
તેઓએ આશા વ્યક્ત કરી હતી કે આગામી બે દિવસમાં 10 લાખ થી લઈ પાંચ કરોડ સુધીનું રોકાણ સ્ટાર્ટઅપમાં કરવામાં આવશે. જે પણ લોકો ઉદ્યોગ શરૂ કરે તેમને યોગ્ય નાણાકીય સહાય મળતી રહે. ગુજરાતમાં સર્વપ્રથમ વખત સ્ટાર્ટઅપ માટે હેલ્પ ડેસ્કનું આયોજન કરવામાં આવ્યું છે જે લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે પણ એટલું જ મહત્વનું રહેશે. પત્રકાર પરિષદ સંબોધતા કાઉન્સિલના ચેરમેને એ વિગત આપતા જણાવ્યું હતું કે હાલ યુવા ધનને આ ક્ષેત્રમાં આવવામાં ઘણો રસ અને રૂચી છે પરંતુ ખરી વાસ્તવિકતા એ છે કે તેઓને એ વાતનો ખ્યાલ નથી કે જરૂરી સહાય અને સ્ટાર્ટઅપ શરૂ કરવા માટેની માહિતી અને જાગૃતતા ક્યાંથી મળે. જે અંગેની ગંભીરતાને ધ્યાને લઇ ભવન દ્વારા આ નવીનતમ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
વધુને વધુ સ્ટાર્ટઅપ લઈ પ્રોત્સાહન મળે તે માટે વિવિધ યુનિવર્સિટીની સાતો સાત આઈ હબ સાથે પણ હવનનું ફોલોબ્રેશન કરવામાં આવ્યું છે જેથી જરૂરી તમામ સહાયો યુવા ઉદ્યોમિને મળી શકે. આઈ હબ એકે સંસ્થા છે કે જે કોઈ વ્યક્તિને નવું સાહસ કરવું હોય તો કેવી રીતે કરી શકાય અને સરકાર તેને કઈ રીતે લાભાનવી કરી શકે તે અંગેની સંપૂર્ણ માહિતી આપે છે જેથી નવું સાહસ કરવા માટે કોઈ પણ પ્રકારની અગવડતા નો સામનો યુવાઓએ ન કરવો પડે. બીજી તરફ રાજકોટ બ્રાન્ચ તરફથી આયોજિત બે દિવસીય આ કાર્યક્રમમાં એક 190 થી વધુ વિદ્યાર્થીઓ સહભાગી થશે અને પોતાની કલા કૃતિ લોકો સમક્ષ છે.
રાજકોટ બ્રાન્ચના ચેરમેન સી.એ સંજયભાઈ લાખાણીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ સૌરાષ્ટ્રમાં સ્ટાર્ટઅપને લઈ ઘણા પ્રશ્નો ઉભા થયા છે અને જે જાગૃતતા હોવી જોઈએ તે જોવા મળતી નથી. પરિણામે રાજકોટના આંગણે સ્ટાર્ટઅપ સમીટનું આયોજન કરવામાં આવ્યું છે.