વિદ્યાર્થીઓને ચાર્ટડ એકાઉન્ટ વિષયમાં વધુ લાભ મળશે: રિસર્ચ માટે પણ યુનિવર્સિટીમાં મળશે તક
આર.કે. યુનિવર્સિટીમાં આજ રોજ ચાર્ટડ એકાઉન્ટના એમ.ઓ.યુ. સાઇન કરવામાં આવ્યા છે. આઈ.સી.એ.આઈ. (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટ ઇન્ડિયા) સાથે આ એમ.ઓ.યુ. સાઇન કરવામાં આવ્યા હતા. આ અંગે આજ રોજ આર.કે.યુનિવર્સિટી ખાતે આઈ.સી.એ.આઈ.ના ચેરમેન હાર્દિક વ્યાસ અને આર.કે.યુનિવર્સિટીના પ્રોફેસર ડો.ચિંતન રાજાણીની ઉપસ્થિતમાં આ એમ.ઓ.યુ. સાઇન કરવામાં આવ્યા હતા.
આઈ.સી.એ.આઈ. સાથે આર.કે.યુનિવર્સિટીના એમઓયુ સાઇન થયા બાદ કોમર્સ અને મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને સી.એ.નો લાભ મળશે. આ સાથે ચાર્ટડ એકાઉન્ટ પ્રોફેશન્સ ધરાવતા લોકોને આ એમ.ઓ.યુ.ની મદદથી પી.એચ.ડી.નો પણ લાભ મળશે. તથા આ સાથે આર.કે.યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સી.એ. નવા રિસર્ચ કરવાની પણ તક મળશે. હર વર્ષે ફાળવવામાં આવતા બજેટ પર પણ વિદ્યાર્થીઓ રિસર્ચ કરી શકશે.
અત્યારે જે એમ.ઓ. યુ. સાઇન કરેલ છે. આર.કે. યુનિવર્સિટી સાથે એ એમ.ઓ. યુ.માં ચાર્ટડ એકાઉન્ટન્સ છે. એ લોકો ચાર.કે. યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી. ની ડીગ્રી લઇ શકે એમાં પી.એચ.ડી. ના પ્રોગ્રામ જોઇન કરી શકે, એ બાબતનું અમે એમ.ઓ.યુ. સાઇન કર્યુ છે. એમ.ઓ.યુ. સાથે ઘણી બધી વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. પણ મેઇન ચાર્ટડ એકાઉન્ટ જે છે એ લોકો પી.એચ.ડી. કરી શકે આર.કે. યુનિવર્સિટીમાંથી એમના માટે અમે આ ખાસ એમ.ઓ. યુ. પ્લાન કર્યુ છે.
આર.કે. યુનિવસિર્ટી આઇ.સી.એ.આઇ. ના ડબલ્યુ.આઇ.આર.સી. ના રાજકોટ ચેપ્ટર સાથે આજે એમ.ઓ.યુ. કરેલું છે. આ એમ.ઓ.યુ. અંતગત ફેકલ્ટી, સ્ટુડન્ટ અને સી.એ. મેમ્બરને લાભ મળવાનો છે. બન્ને મહત્વની સંસ્થાઓ આ સંલગ્નતા દ્વારા જેટલા ચાર્ટડ એકાઉન્ટ પ્રોફેસનલ્સસ છે તે લોકોને જેને આગળ જતા પી.એચ.ડી. કરવું છે તો તે લોકો આર.કે. યુનિવીર્સીટીમાં આવકાર્ય છે અને તે લોકો આર.કે. યુનિવર્સિટી દ્વારા પી.એચ.ડી. ડીગ્રી મેળવી શકશે એ સાથે આઇ.સી.એ.આઇ. સાથે ઘણા પ્રોગ્રામની વાતચીત કરેલી છે. જેમાં સ્ટુડન્ટના ડેવલોપમેન્ટ માટે ટ્રેઇન, લર્ન અને નામનો પ્રોગ્રામ પ્રયોઝ કરેલો છે. વિવિધ પ્રકારનાં ફેકલ્ટી ડેવલોપીંગ પ્રોગ્રારામ્સ, તથા જોઇન્ટ વોકસોય સેમીનાર ની આજે આઇ.સી.એ.આઇ. સાથે વાતચીત થઇ છે આવનારા સમયમાં આ કોલોબ્રેસન અંતર્ગત ખુબ જ સારો લાભ વિઘાર્થી ફેકલ્ટીગણ અને બન્ને ઇન્ટીટયુટ ને થવાનો છે.
એમ.ઓ.યુ. થી શું લાભ થશે?
જેટલા પણ કોર્મસ અને મેનેજમેન્ટના વિદ્યાર્થી હોય છે તે લોકોને ખાસ લાભ મળી રહેવાનો છે. તે સાથે સાથે જેટલા પણ ફેકલ્ટી મેમ્બર્સ છે. જે લોકો લોના, તેમજ ટેકસેસન ના વિવિધ પ્રકારના સબજેકટ ભણાવતા હોય છે તે લોકોને આમાથી ખુબ જ ફાયદો થવાનો છે. અત્યારના બજેટ ટેકસેસન, દર વર્ષે એ બદલાવાતું હોય છે. તો એમાં કયા બદલાવ છે. અને કઇ રીતે નું બેટર ઇમ્પ્લીમેટેસન થઇ શકે તેની માટે અમને આઇ.સી.એ.આઇ. ના એકસપર્ટનો લાભ મળશે. વિદ્યાર્થી તેમમાં વિવિધ પ્રોગ્રામનો લાભ મેળવી શકશે સાથો સાથ આર.કે. યુનિવસિટીના પ્રોફેસર વધારે ડેવોલપમેન્ટ ડિસાઇન કરી શકીએ સાથો સાથ પ્રોફેશનસને લાભ મળી શકશે.