અબતક,રાજકોટ
રાજકોટમાં એરપોર્ટ મેઇન રોડ પર એક મહિનાથી પિયરમાં રહેતી ચિત્રા નામની પરિણીતાએ ધારી રહેતા પતિ જીસન, સસરા વિનોદચંદ્ર પોપટભાઇ વાઘેલા, સાસુ વિભાબેન સામે મહિલા પોલીસમાં ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે.
ચિત્રાએ નોંધાવેલી ફરિયાદમાં, તેના લગ્ન તા.16-2-2021નાં જીસન સાથે થયા છે. લગ્ન બાદ હનીમુનમાં અંદમાન ગયા હતા. આ હનીમુનનો અડધો ખર્ચ પોતાના માતા-પિતાએ આપ્યો હતો. હનીમુન દરમિયાન પતિ જીસન તમામ ખર્ચ માતા-પિતા પાસેથી લેવા દબાણ કરી ઝઘડો કર્યો હતો.જેનો વિરોધ કરતા પતિ જીસને ત્યાં દારૂ પીને ઢોરમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
હનિમૂનનો ખર્ચ માંગી દારૂ પી ઝગડો કરતા પતિ અને ધારીના સાસરીયાં વિરુદ્ધ પરણિતાની પોલીસ ફરિયાદ
હનીમુન કરી પરત ધારી ગયા હતા. જ્યાં પોતાના મા-બાપના ઘરના દસ્તાવેજો પતિના નામે કરી દેવા તેમજ માવતરેથી રોકડા લઇ આવવા દબાણ કર્યુ હતુ. લગ્નમાં માતા-પિતાએ સોનાના ઘરેણા આપ્યા છતા વધુ ઘરેણા દહેજમાં લઇ આવવા દબાણ કરી ત્રાસ આપતા હતા. આ મુદે પિયરમાં વાત કરતા માતા-પિતા સાસરે આવ્યા હતા.બાદ પતિ સાથે મુંબઇ બોઇસર રહેવા ગયા હતા. ત્યારે પતિએ ફરી પિયરથી ઘર ખર્ચ માટે રૂપિયા લાવવા દબાણ કર્યુ હતુ. પતિના આ કરતૂતનો વિરોધ કરતા તને હું કામવાળી તરીકે લાવ્યો છું, મારે તારી જરૂર નથી, તું અહિંથી જતી રહે તેમ કહી વાળ પકડી માર મારી કાઢી મુકતો હતો. પતિના રોજિંદા આવા ત્રાસથી કંટાળી અંતે પોત. પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.