ડિજિટલ ઇન્ડિયા અને ટેકનોલોજીની ક્રાંતિના આવિષ્કાર થકી ગુજરાત વૈશ્વિક સ્તરે ચમકતું થવા તૈયાર
ઇન્ફર્મેશન ટેકનોલોજી લીડર આઇબીએમ અમદાવાદમાં એક સોફ્ટવેર લેબ સ્થાપશે જે એક અદ્યતન પ્રોડક્ટ એન્જિનિયરિંગ, ડિઝાઇન અને ડેવલપમેન્ટ સેન્ટર હોવાનું માનવામાં આવે છે. આઇબીએમ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સંદિપ પટેલ અને કંપનીના અન્ય અધિકારીઓમંગળવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા હતા. કંપનીની આ સાહસ અને આયોજન નું સ્વાગત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત ટેકનોલોજી કંપનીઓ માટે તંદુરસ્ત અને મૈત્રીપૂર્ણ વાતાવરણ પૂરું પાડતું નીતિ આધારિત રાજ્ય છે. “તેમણે ઉમેર્યું કે કંપનીને શહેરમાં તેની સોફ્ટવેર લેબ માટે કુશળ નિષ્ણાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઇજનેરો મળશે.
સંદિપ પટેલે જણાવ્યું હતું કે આઇબીએમ સોફ્ટવેર લેબ્સ વર્લ્ડ ક્લાસ નેક્સ્ટ જનરેશન સોફ્ટવેર પોર્ટફોલિયો અને ક્લાઉડ સેવાઓ પૂરી પાડે છે. તેમણે ઉમેર્યું કે બેંગલુરુ, પુણે, હૈદરાબાદ અને ચેન્નઈમાં આવી લેબ્સ સફળતા બાદ હવે ગુજરાતમાં પણ આ વાતાવરણ ઊભું કરવામાં આપટેલે જણાવ્યું હતું કે સોફ્ટવેર મેન્યુફેક્ચરિંગમાં વિશ્વની શ્રેષ્ઠ પદ્ધતિઓ અમદાવાદની લેબમાં રજૂ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે એક વખત લેબ કાર્યરત થઈ જાય પછી, ગુજરાતને ઇન્ફોર્મેશન ટેકનોલોજી હાલો ક્ષેત્રમાં તેના કુશળ માનવબળને વધારવા માટે સક્ષમ બનવાનો લાભ મળશે.
આઇબી.એમના અધિકારીએ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે તેમની કંપનીની તૈયારી પણ વ્યક્ત કરી હતી