અબતક, શબનમ ચૌહાણ
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર સાયલા તાલુકાનાં નાગડકા ગામે રહેતી સગીરાને અપહરણ કરી, ઉપાડી જઈ, ગર્ભવતી બનાવવા, ઢોર માર મારવા સબબ અને તેના ભેદી મોત અંગે આરોપીઓ વિરૂધ્ધ તેમજ ફરીયાદ નહી લેનાર, દુર્લક્ષ સેવનાર પોલીસ સામે કાર્યવાહી કરવા મૃતક સગીરાના ભાઈએ ગૃહમંત્રીને લેખીત ફરીયાદ કરી હોવાનું જાણવા મળેલ છે.
સાયલા તાલુકાના નાગડકા ગામે રહેતા અરજદારે ગૃહમંત્રીને રજુઆત કરતા જણાવેલ છે કે, મારી બહેનને 14 વર્ષની ઉમરે તા. 15/2/2018ના રોજ અમારા ગામનો સોમાભાઈ નાગરભાઈ સાંજના સમયે ઉપાડી ગયેલો અને દુષ્કર્મ કરેલુ, રાતના અઢી વાગે તેના પિતાએ ફોન કરી સગીરાને લઈ જવા કહેલુ અને મારા પિતા લઈ આવ્યા હતા. આ બનાવની જાણ ધજાળા પોલીસને કરેલી પરંતુ પોલીસે શોધખોળ કરવાનું કહેલુ, સવારમાં બહેન આવી ગઈ હતી પરંતુ પોલીસે ફરીયાદ નહી નોંધી ફરીથી આવુ નહી બનવાની હૈયાધારણા આપી હતી.
મારી બહેનને પાછી આપી દીધા પછી પણ સોમાના પિતા નાગજીભાઈ અવારનવાર અમોને ધાક ધમકી આપતા કે, તમે તેને પરણાવી દો, નહીતર મારો છોકરો સોમો ગમે ત્યારે તેને ફરીથી ઉપાડી જશે. પરંતુ અમોએ તે સગીર હોવાથી તાત્કાલીક પરણાવવાની ના પાડી હતી છતા વારંવાર માથાભારે માણસો મોકલી ધમકી આપતા અને સોમા નાગરની કનડગતને કારણે ના છુટકે તેણીને પરણાવી દેવાનો નિર્ણય લઈ તા. 19/4/2018ના રોજ બોટાદ તાલુકાના પીપરડી ગામે પરણાવી હતી.
તેણી 19/11/2020 સુધી સતત િ5પરડી અને નાગડકા અવરજવર કરતી હતી, પરંતુ તે સગીર હોવાથી અમો તેને નાગડકા વધુ રોકતા હતા. તા. 19/11/2020 ના રાતના સમયે અમારી વાડીએ સુતેલી બહેનને સોમા નાગર મોઢુ દબાવી ઉપાડી ગયો હતો. અને રાજકોટ કેરીયાવાળા તેના મામા દિપકભાઈને ત્યાં લઈ જઈ રહેવા લાગ્યો હતો, ત્યારે મારી બહેનની ઉમર 16 વર્ષ 6 માસ હતી એમ આ રજુઆતમાં જણાવ્યુ છે.
આ બાબતની તા. 20/11/20ના રોજ ધજાળા 5ોલીસ સ્ટેશનને જાણ કરવા છતાં ત્રણ દિવસ સુધી ફરીયાદ લીધી નહોતી, તેથી અમે જીલ્લા પોલીસવડાને તા. 23/11/20 ના રોજ લેખીત ફરીયાદ આ5ી હતી. તેમ છતાં ફરીયાદ નોંધેલી નથી, અને હું અભણ છુ સહી કરતા જ આવડે છે. મને એક કાગળમાં સહી કરાવી બે ત્રણ દિવસ પછી એફ.આઈ.આર લઈ જજો તેમ જણાવ્યુ હતુ. ત્યારબાદ અમોએ આરોપી સોમા નાગર રાજકોટ તેના મામાને ત્યાં રહી નોકરી કરે છે તેની પણ પોલીસને જાણ કરી હતી.
સોમા નાગર મારી બહેનને મારે છે. ત્રાસ આપે છે. તેવી જાણ થતા અમે શોધવા ગયેલા પણ તે મારી બહેનને લઈ બીજે નાસી ગયો હતો. તેવી માહીતી પણ પોલીસને આપી હતી. છતાં તપાસ કરી નહી, તા. 01/09/2021 ના રોજ ધજાળા 5ોલીસ સ્ટેશનના બીટ જમાદાર વાલજીભાઈનો ફોન આવેલો કે, સાયલા દવાખાને આવો તમારૂ કામ છે. બનાવ વિશે પુછતા તેમણે મારી બહેનનું મૃત્યુ થયુ છે, પોસ્ટમોર્ટમ માટે બોલાવેલા, હવે રાજકોટ મોકલી આપેલ છે. તેવું જણાવ્યુ હતુ.
આ રજુઆતમાં એવું પણ જણાવ્યુ છે કે, મારી બહેનનું અપહરણ કરી, તેને પ્રેગનેન્ટ કરી સતત ત્રાસ અને માર મારી, ડિલીવરી કરાવડાવી તેના પછી પાંચ – સાત દિવસે ભેદી મોત નિપજેલ છે. તેની લાશનું પોસ્ટમોર્ટમ, સ્મશાન વિધી અપહરણથી માંડીને અંતિમ સંસ્કાર સુધીમાં કાયદાને નેવે મુકી અમારી વિગતને આંખ આડા કાન કરી આર્થિક લેવડ – દેવડ સબંધો વિગેરે તરકીબો, અજમાવી બુરો અંજામ આપનાર તમામ સામે કાર્યવાહી કરવા આ રજુઆતમાં જણાવાયુ છે.