પર્યાવરણએ મનુષ્યનો મિત્ર કહેવાય છે. પર્યાવરણ વગર કદાચ માનવ જીવન શક્ય બની ન શકે. ત્યારે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ રૂપે વિવિધ જગ્યાઓ પર વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવતું હોય છે. વૃક્ષોનું જતન થાય તે હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે રાજકોટના બહુમાળી ભવન ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્યારના સમયમાં શહેરોમાં લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે.
ફ્લેટમાં અને ગીચ વિસ્તારમાં લોકો રહેતા હોવાને કારણે તમના ઘરના આંગણે મોટા વૃક્ષો વાવવા શક્ય નથી. જેને લઇ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકો તુલસીના રોપા પોતાના ઘરમાં ઓછી જગ્યામાં ઉછેરી શકાય તે માટે તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં 1 હજાર જેટલા તુલસીના રોપા વિતરણ કરાયા હતા.
શહેરી વિસ્તારોમાં જગ્યા ઓછી હોવાથી લોકો તુલસીના રોપા વધુ માંગી રહ્યા છે: અમર ચાવડા
સામાજિક વાનીકરણ વિભાગના અમર ચાવડાએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે રાજકોટ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા શહેરના જુદી જુદી 7 જગ્યાઓ પર તુલસી અન ઔષધિના રોપાનુ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ 5 જૂનથી લઇ 5 જુલાઈ સુધીમાં રાજકોટ મનપા સાથે મળી 1 લાખ રોપાનુ વિતરણ કરવામાં આવશે. બહુમાળી ભવન ખાતે રાખેલ સ્ટોલમાં 1 હજાર તુલસીના રોપાનુ વિતરણ કરવામાં આવ્યું હતું. અર્બન વિસ્તારમાં લોકોને મોટા વૃક્ષો કે મોટા છોડને રોપવા માટે જગ્યા મળતી હોતી નથી. માટે તુલસીના છોડ આપવામાં આવ્યા છે. છેલ્લા થોડા વર્ષોથી પણ અમારા ધ્યાનમાં આવ્યું છેકે લોકોની માંગ પણ તુલસીના રોપા માટેની હોય છે.