ઉકરડા પ્રાથમિક શાળાથી શરૂ કરેલી યોગસાધના નેપાળના પોખરામાં જઈ હજુ ઓલિમ્પિક રમતોત્સવમાં દેશને સુવર્ણચંદ્રક આપવાની નેમ
નેપાળના પોખરા ખાતે ચાર દેશોની યોજાયેલી યોગ સ્પર્ધામાં ઉકરડા પ્રાથમિક શાળાનું રતન ભારતને સુવર્ણચંદ્રક અપાવવા નિમિત્ત બનવાની ઘટના એ દેશના ખેલ જગત અને ખાસ કરીને યોગ પ્રેમીઓમાં આનંદ નું વાતાવરણ ઊભું કર્યું છે
અબ તક ની મુલાકાતે પિતા સાથે આવેલા ગોલ્ડ મેડલ વિજેતા કેવલ હસમુખભાઈ રાબડીયા એ જણાવ્યું હતું કે નેપાલના પોખર ખાતે 2 થી 6 ઓક્ટોબર 21દરમિયાન યોજાયેલી ચોથી ટી એ એફ બી જી એ એસ સ્પર્ધાનું ધ એસોસિયેશન ઓફ ટ્રેડિશનલ યુથ ગેમ દ્વારાઆયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીલંકા નેપાળ ભૂતાન અને ભારત સહિત ચાર દેશોના ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા થઇ હતી અને અંતિમ ફાઇનલમાં કેવલ હસમુખભાઈ રાબડીયા ને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો
અબ તક ના ટીવી એન્કર કેશવી હિંગુ સાથે વાતચીતમાં કેવલે જણાવ્યું હતું કે ધોરણ 5 માં ઉક્રડા પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારે મારા કોચ અમિત શરની પ્રેરણાથી મેં રમત ગમત અને યોગમાં રસ લેવાનું શરૂ કર્યું 2018માં પ્રથમ ખેલ મહાકુંભમાં સ્થાનિક થી લઈ રાજ્ય કક્ષા સુધીની સ્પર્ધાઓમાં ભાગ લીધો અને હું સારી રીતે પરફોર્મન્સની સાથે સાથે આગળની મજલ સર કરતો રહ્યો અને મનમાં હતું કે યોગના માધ્યમથી મારે મારા દેશને ગૌરવ અપાવવું છે ….
એક મહિના પહેલા જ્યારે નેપાળમાં યોજાનારી સ્પર્ધાનો મને કોલ લેટર આવ્યો ત્યારે પળભર તો વાત માનવામાં આવતી નહોતી કે મને આંતરરાષ્ટ્રીય સ્તરે યોગની તક મળી હતી, સમય ખૂબ ઓછો હતો તૈયારી કરવાની હતી ,મેં મારા કોચ અને માતા-પિતાના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાનારી સ્પર્ધામાં કોઈ ચૂક ન રહે તેવી તૈયારી શરૂ કરી.
ક્યારે ય બહાર ગયો ન હતો અને વિદેશ જવાનું થયું ત્યારે થોડું નર્વસ લાગતું હતું, હું સ્પર્ધાના દિવસે પોખરા પહોંચ્યો ત્યારે મારી સામે નેપાલ ભૂતાન શ્રીલંકા જેવા બીજા દેશના સ્પર્ધકો હતા મેં મારા મનમાં ગાંઠ વાળી કે અત્યાર સુધી હું શાળાના વિદ્યાર્થીઓ સામે રમતો હતો આજે ભારત વતી મારે બીજા દેશો સામે માત્ર રમવું જ નથી જીતવું છે… અને હું મારી એકાગ્રતાથી સ્પર્ધા માં ભાગ લેવા તૈયાર થયો પરંતુ મારું લક્ષ્ય ભારતને ગૌરવ અપાવવાનું હતું અને છેલ્લે ફાઇનલ રાઉન્ડમાં ભારત માતા ના આશીર્વાદથી મને સુવર્ણચંદ્રક મળયો, આ સફળતા પાછળ મારા માતા-પિતા મારા શિક્ષકો મારા કોચ નો ફાળો રહ્યો છે હું મારું આ સુવર્ણ ચંદ્રક ભારતમાતા ને અર્પણ કરું છું હજુ મારે દેશ માટે ઓલમ્પિકમાં રમવું છે અને ત્યાં ગોલ્ડ મેડલ લાવવું છે.
યુવાનોને સંદેશો
ગોલ્ડ મેડલ વિજેતા કેવલ રાબડીયા એ જણાવ્યું હતું કે સફળતાએ પ્રચંડ પુરુષાર્થનું પરિણામ છે કોઈ પણ ક્ષેત્રમાં મહેનત કરવાથી સારું પરિણામ મળે જ આજના યુવાનોને મારો સંદેશો છે કે પોતાનું કાર્ય ખંત અને પૂરેપૂરી મહેનત થી કરે તો તેનું વળતર અવશ્ય મળશે.