જંગલ હોય કે મંગલ ખિસ્કોલી હંમેશા આનંદમાં જ રહેતી હોય છે, સદાયે હરતી-ફરતી આનંદમાં રહેતી અને કિલકારી કરતી ખિસ્કોલી નાની હોવા છતાં તેના અભરખા આભને આંબે તેવા હોય છે. ભગવાન રામની સેના લંકા જવા માટે રામસેતુ બાંધી રહી હતી ત્યારે બજરંગી વાનર સેનાની ભારે મહેનત વચ્ચે ખિસ્કોલીએ રેતીમાં આળોટી દરિયામાં ડુબકી મારી રામ સેતુમાં પોતાનું યોગદાન આપીને ભગવાન રામનું હૃદય જીતી લીધુ હતું. ખિસ્કોલી ભલે નાની રહી પણ તેનું મોજીલુપણુ સૌને ગમે છે. ટચુકડી ખિસ્કોલી ભગવાન રામનું દીલ જીતવામાં સફળ રહી હતી તેવી ખિસ્કોલી આજે પણ આનંદ, સ્ફૂર્તિ અને પ્રવૃતિનું પ્રતિક બની છે.

લટકા, મટકા, ઝટકા સાથે કૂદતી ખિસકોલી આપણાં આંગણાની શોભા છે. લંકા પર ચડાઇ કરતી વખતે દરિયા ઉપર સેતુ રામ ભગવાન હતા ત્યાં ચટાપટ્ટાવાળી નાનકડી ખિસકોલી ધૂળમાં આળોટીને પુલ નિર્માણ જગ્યાએ ખંખેરતી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. ચબરાક, ચતુર ખિસકોલી માનવ જીવન સાથે વર્ષોથી જોડાયેલ છે. ઘર આંગણે કૂદતી, ઉછળતી, દોડતીને ઝાડ પર ચડતી ઉતરતી ખિસકોલી આપણે બધાએ જોઇ છે.

વિશ્ર્વમાં ૨૦૦ થીવધુ પ્રકારની ખિસકોલી જોવા મળે છે. આફ્રિકામાં સૌથી નાના કદની પિગ્મી નામ તેની પ્રજાતિ જોવા મળે છે. જેનું કદ માત્ર ૧૩ સે.મી. જેવડું હોય છે. મોટાભાગની ખિસકોલી આપણે ‚ટીંગમાં જોઇએ છીએ તેવડી જ હોય છે. આપણાં ભારતમાં સૌથી મોટી ૧ મીટરની ખિસકોલી પણ જોવા મળે છે. તેની શરીર રચનામાં પૂછડીને ચાર પગનું વિશેષ મહત્વ છે., આગલા બે પગ તે હાથની જેમ ઉપયોગ કરે છે. તેના આગળનાં ચાર દાંત ખુબ જ તિક્ષ્ણ હોય છે. ખુબીની વાત તો એ છે કે તેના દાંત સતત વધતા જ રહેતા હોવાથી આજીવન તેને મુશ્કેલી સહવી પડે છે.

તે ઝાડની ડાળીએથી બીજી ડાળીએ કૂદતી જોવા મળે છે. આ નાનકડું પ્રાણી ખુબ જ ‚પકડું હોય છે. બાળકોને તે ખુબ જ ગમે છે. તેનો તીણો પણ મીઠો અવાજ સીટી વાગે તેવો હોય છે. બાગ બગીચામાં તે માણસોની આસપાસ અવર જવર કરતીને ખોરાક ખાતી વધુ જોવા મળે છે. અમુક પ્રજાતિ જમીનમાં દર બનાવીને રહે છે. તેનો મુખ્ય ખોરાક પાંદડા, મુળ, બીજ, બદામ, સીંગ અને નાના જીવજંતુઓ અને ઇયળ પણ ખાય છે.

આ નાનકડું સસ્તનધારી પ્રાણી તેના શિકારીઓથી હરહમેંશ સાવધ રહે છે, જેઓ તેને ભય લાગે કે તુરંત એક બીજાને સીટી મારીને સાવધાન કરી દે છે. ખિસકોલીમાં સમુહ ભાવના વધુ જોવા મળે છે. વૃક્ષ પર કે ઘરની દિવાલો ઉપર ઝડપથી ચડતીને પાછી ખોરાક માટે નીચે આવતી ખિસકોલીનો પ્રિય ખોરાક બદામ, અખરોટ તથા રસ ઝરતાં ફળો અને ફૂલ છે. ઘણીવાર તો વૃક્ષની છાલ, રસ, ઇંડા કે નાના પક્ષીઓને પણ ખાય જાય છે.

વિશ્ર્વમાં ખિસકોલી એક પ્રજાતિ ઉડી પણ શકે છે. જેને ફલાઇંગ સ્કવીરલ કહેવાય છે. તે માળા કે વૃક્ષની બખોલમાં રહે છે. તે પક્ષીની જેમ ઉડી શકતી નથી પણ તેની શરીર રચના એવી છે કે એક ઝાડથી બીજા ઝાડ ઉપર છલાંગ લગાવતી વખતે ચાર પગ પહોળા કરીને ગ્લાઇડર જેવી સ્થિતિ થતાં તે હવામાં તરતી ઉડતી જોવા મળે છે. તે ૪૬ મીટર જેટલી ઉડતી છલાંગ લગાવી શકે છે.

માદા ખિસકોલી ર થી ૮ બચ્ચાને જન્મ આપે છે. જન્મથી વખતે બચ્ચાં અંધ હોય છે. જે ર થી ૩ મહિના સુધી સંપૂર્ણ પણે માતા ઉપર આધારીત હોય છે. માદા વર્ષમાં ઘણા બચ્ચાને જન્મ આપતી હોવાથી તેની વસ્તી ઝડપથી વધે છે. ખિસકોલીથી માનવ જાતે કોઇ ખતરો નથી. વૃક્ષના બી ખાતી હોવાથી અને એક બીજી જગ્યાએ ફરતી ખિસકોલી વૃક્ષોની સંપત્તિ વધારેને પર્યાવરણનું રક્ષણ કરે છે. તે એક રમુજી પ્રાણી છે. ભૂખરા કલરને કાળા પટ્ટાને ભરાવદાર લાંબી પૂંછડી તેની ઓળખ છે. આજના યુગમાં ઇલેકટ્રીકના સીંગલ વાયર ઉપર પુરપાટ દોડતી ખિસકોલી ઘણી વાર જોવા મળે છે.

ચંચળ અને ચપળ આવી,જાુઓ સુંદર ખિસકોલી આવી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.