કોકોનટ થિયેટરના એકેડેમીક સેશનમાં ગુજરાતી તખ્તા સાથે જોડાયેલા વિવિધ  કલાકારો પોતાના  અનુભવથી યુવા કલાકારોને  શિક્ષીત અને દિક્ષીત કરી રહ્યા છે. છેલ્લા બે માસથી અવિરત ચાલી રહેલ આ શ્રેણી દેશ-વિદેશના ખૂણે-ખૂણે જોવાઈ રહી છે.  ગુજરાતી રંગભૂમિના સુપ્રસિધ્ધ અભિનેત્રી ભાવિની જાની એ ખૂબ જ ઉત્સાહથી સરસ મજાના ગીત સાથે એમના લાઈવ સેશનની શરૂઆત કરી અને પોતાનો વિષય એક્શન અને રિએક્શન વિષેની વાત શરૂ કરી. સૌપ્રથમ એક્શન રિએક્શન શાળામાં જાણવા મળ્યું. જેમાં પ્રથમવાર સ્કૂલમાં એક નાટક ભજવવાનું હતું જેમાં અભિનય માટે એમણે પોતાના ટીચરને જણાવ્યું કે મારે અભિનય કરવો છે.

કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી

‘અબતક’ સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો

નાટકમાં કૃષ્ણનો રોલ હતો અને ક્લાસ ટીચરે એમના હાથમાં ત્રણવાર ફૂટપટ્ટી મારી એ સૌપ્રથમ એક્શનનું રીએક્શન જીવનમાં જોયું. ભાવિનીબેન જણાવ્યું કે અભિનય કરવાનો ઉત્સાહ મનમાં હતો જ અને 83-84 માં સુપ્રસિદ્ધ દિગ્દર્શક નિમેષ દેસાઈ એ એક નાટક માટે ઓફર કરી જેમાં મારે સિગરેટ પીવાની હતી. જીવનમાં ક્યારેય સિગારેટને હાથ પણ નહોતો લગાવ્યો ત્યારે સિગરેટ પીવી એ વિશે મુઝવણ હતી. દિગ્દર્શક નિમેષ દેસાઈ એ મને નાટકમાં સિગરેટ પીવાનું કારણ સમજાવ્યું.

જે કારણ મનમાં ઘર કરી ગયું અને નાટકના શો દરમ્યાન ખરેખર સિગરેટ પીવાનો અભિનય બખૂબી નિભાવ્યો અને પ્રેક્ષકોની ખૂબ તાળીઓ મળી, મારી એક્શનનું જોરદાર શાનદાર રીએક્શન આવ્યું. સગપણ એક ઉખાણું નાટકને યાદ કરતા ભાવિની બેને કહ્યું કે જયશંકર સુંદરી થિયેટરમાં નિમેષભાઈ ના જ નાટક સગપણ એક ઉખાણુ નાટકમાં 35 કલાકારો અને સાથે લાઈવ મ્યુઝિક જે નાટકમાં હોય એનો પ્રથમ શો જેમાં મારે ઊંચી ડોશી નું પાત્ર ભજવવાનું હતું અને હિરોઈનને મારવાનું કાવતરું કરતી ડોશીનું એ પાત્ર જેમાં અભિનય કરતી વખતે ઓડિયન્સમાંથી છુટ્ટું ચંપલ મારા ઉપર આવ્યું અને મારા મોઢા પર વાગ્યું, ખુબ દર્દ થયું પણ શો મસ્ટ ગો ઓન નાં સિદ્ધાંતે નાટક પૂરું કર્યું. નાટક બાદ ગ્રીન રૂમ માં હું ખૂબ રડી, દિગ્દર્શકે પૂછ્યું કે શું થયું ?

ત્યારે મેં રડતા રડતાં કહ્યું નાટક નથી કરવું મારે, અને ઓડિયન્સમાંથી ચપ્પલ આવ્યાની વાત તમને જણાવી ત્યારે નિમેશ દેસાઈ હસી પડ્યા અને કહ્યું કે આનાથી મોટા કોમ્પ્લીમેન્ટ કોઈ ન હોઈ શકે. આ ચપ્પલ નહીં તમારા માટેનો એવોર્ડ છે. તમે પાત્રને બખૂબી જીવી ગયા છો. આ હતું એક્શનનું રીએક્શન. રાફડો નામનું નાટક કર્યું. જેમાં સાઇકિક બેન અને ભાઈના   રિલેશનની વાત હતી. ઉત્તમ ગડા લિખિત આ નાટક માનસિક ત્રાસ આપતી નાટક હતું જે પાલનપુરમાં ભજવાયું. ડોક્ટરો જોવા બેઠા હતા. દરેક ડોક્ટર પ્રેક્ષકો બની નાટ્યગૃહમાં બેઠા હતા. નાટક પૂરું થયા બાદ અમુક ડોક્ટર ગ્રીન રૂમ માં આવ્યા અને મને કહ્યું કે તમે બહાર નહીં જતા પ્રેક્ષકો તમારા ઉપર ખૂબ બગડયા છે તમને કંઈ પણ થઈ શકે છે આ હતો મારા અદભુત અભિનયનો આ ચમત્કાર હતો કે ફરી એકવાર મારા એક્શનનું રીએક્શન પ્રેક્ષકો આપવા તૈયાર હતા.

ખૂબ બધી મજા હતી નાટકની એક નાતો હતો નાટકનો. જે આજે પણ અકબંધ છે. પૃથ્વીવલ્લભ નાટકમાં લક્ષ્મીબાઈનું તેજાબી પાત્ર ભજવ્યુ. જેમાં તલવાર જેવી જીભ હતી સ્વાડો હતા. જાલકા નામના નાટકમાં એક સંવાદ બોલતી વખતે વચ્ચે વચ્ચે પ્રેક્ષકોની તાળીઓ આવતી જે આજે પણ કાનમાં ગુંજે છે. જેનો અદભુત નશો આજે પણ હજુ ઉતર્યો નથી.

આ હતા એક્શન ના રિએક્શન. જીવનમાં ક્યારેય ન હારનારી સ્ત્રી, હું હારી ગઈ છું…એ કેમ બોલે તે નિમેષભાઈ એ મને શીખવ્યું. ત્રણ ડિગ્રી તાવ અભિનય કરવાની ક્ષમતા નટરાજ કલાકારને આપી જ દે અને એવો અભિનય મેં કર્યો છે વળામણાં નાટક વખતે અંબાનું ખૂંખાર સ્ત્રીપાત્ર ભજવ્યું. જબરદસ્ત ખૂંખાર વ્યક્તિત્વ દેખાડવા દિગ્દર્શકના કહ્યા પ્રમાણે તાવડીમાં જીવતા અંગારા સાથે એ તાવડી હાથમાં લઈને સંવાદ બોલી અને પ્રેક્ષકો આફરીન પોકારી ગયા. તખ્તો એકબીજાને સાચવતા સંભાળતા શીખવાડે છે. અભિનય મેં કર્યો અને સામે કલાકાર માર્કંડ ભાઈ એમના ખૂબ વખાણ થયા. મારા હાથ દાઝી એનો મને આનંદ હતો અને આનંદ હતો એક્શનનાં  રિએક્શનનો. તખ્તા પર કલાકાર બાપ. અભિનયના અજવાળા અમાસના અંધકાર માં ફરતાં વાર ન લાગે, તમારામાં અભિનયની તાકાત હોય તો તમે લાંબી રેસના ઘોડા થાઓ અથવા તો સોનાનો હથોડો થાવ. કલાકારે સતત જાગૃત રહેવું પડે.

ખૂબ જ જોશ અને જોમ જુસ્સાથી આજે ભાવિનીબેને પોતાની વાત માંડી હતી. જાણે રંગમંચ પર અભિનય કરતા હોય એ રીતે તેમણે લાઈવ સેશન દરમિયાન પોતાનું વક્તવ્ય આપ્યું. તેમણે જણાવ્યું કે એક નાટકમાં ગાળ બોલવાની હતી જીવનમાં ક્યારેય ગાળ બોલી નથી દિગ્દર્શકે કહ્યું કે ગાળ તો બોલવી જ પડશે નાટકનું પાત્ર હતું ચૈતી પાત્ર મારામાં ઊતરતું ગયું ધીરે ધીરે મારામાંથી ચૈતી પ્રગટ થતી ગઈ અને રંગમંચ પર ચૈતીનાં  મોઢામાંથી ગાળ નીકળી. અમદાવાદના ટાગોર હોલમાં તાળીઓ પડી થોડા સમય માટે શાંતિ… આ હતું એક્શનનું રીએક્શન. હું નસીબદાર છું કે મને ગુજરાતી ફિલ્મ, નાટકની યુનિવર્સિટી કહી શકાય એવા શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી સાથે નાટક માં કામ કરવાનો અવસર મળ્યો તેમના અભિનય સમ્રાટ નાટક માં હું એમની સાથે હતી. ઉપેન્દ્રભાઈ પાસે વીજળી વેગે અભિનય કરતા શીખી. ત્યારબાદ માનવીની ભવાઈ, મડદા દફનાવો જેમાં 35 કલાકાર અને માત્ર ચાર સ્ત્રીપાત્રો હતા.

આજે લેખક મહેન્દ્રસિંંહ પરમાર લાઈવ આવશે

IMG 20210628 WA0242

કોકોનટ થિયેટરની ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં આજે સાંજે 6 વાગે ગુજરાતી  સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનીત જાણીતા લેખક્ મહેન્દ્રસિંંહ પરમાર લાઈવ આવીને ‘થિયેટર લિટરેચર અને શિક્ષણ’ વિષયક પોતાની વાત અને  અનુભવો  શેર કરશે. તેમના લખેલા નાટકોને  ચિત્રલેખા એવોર્ડ પણ  મળ્યો છે. નાટ્યની કોઈપણ સ્પપર્ધા હોય તેમના નાટકો હંમેશા ‘નંબર વન’ રહેતા, જેમાં યુવક મહોત્સવ હોય કે નાટ્ય સ્પર્ધા તેમના શ્રેષ્ઠ નાટકો જ વિજેતા બનતા તેઓ ઘણા વર્ષોથી લેખન કાર્ય સાથે જોડાયેલા હોવાથી યુવા કલાકારોને લેખન-નિર્દેશક બાબતે સારૂ શિક્ષણ આપી રહ્યા છે. યુવા કલાકારોએ આજની શ્રેણી ખાસ જોવા જેવી છે.

થિયેટરમાં નટ અભિનય દ્વારા પ્રેક્ષકોને વાત પહોંચાડે છે: દિગ્દર્શક-ડો. પ્રમોદ ચૌહાણ

IMG 20210626 WA0192 1

ચાયવાય એન્ડ રંગમચ સિઝન 3 માં શનિવારના ન્યુ દિલ્હી સંગીત નાટક અકાદમી દ્વારા થિયેટર ડિરેકશન માટે બીસમીલ્લાહ એવોર્ડથી સન્માનિત, સંસ્કૃત થિયેટર અને ભારતીય પરંપરાગત થિયેટરનાં વિશેષજ્ઞ, નાટ્ય વિભાગ એમ. એસ. યુનિવર્સિટી માં પ્રાધ્યાપક, પ્રસિદ્ધ દિગ્દર્શક  ડો.પ્રમોદ ચૌહાણ  લાઈવ હતા. જેનો વિષય હતો. ઊક્ષભજ્ઞીક્ષયિિં ઠશવિં અતશફક્ષ / ઈંક્ષમશફક્ષ ઝફિમશશિંજ્ઞક્ષફહ ઝવયફિયિં  ઈજ્ઞક્ષયિંળાજ્ઞફિિુ ઝવયફિયિં પ્રમોદ ભાઈએ નાટ્યક્ષેત્રે આવવાની વાત વિશે જણાવ્યું કે જયાં બાળપણ વીત્યું ત્યાં વેદશાળા હતી જ્યાં જગપ્રસિદ્ધ કથાકાર ડોંગરે મહારાજના ભાઈ પ્રભાકર ડોંગરે સંસ્કૃતનાં વિદ્વાન હતા.ત્યાં સંસ્કૃત શીખવાનું શરૂ કર્યું ત્યારબાદ આદ્યગુરુ શંકરાચાર્યની પર સંસ્કૃત નાટક ભજવવાનું આવ્યું એ જીવનનું પ્રથમ સંસ્કૃત નાટક. દિલ્હી ખાતે નાટ્ય મહોત્સવમાં જવાનો અવસર મળ્યો જ્યાં સમગ્ર ભારતનાં જુદાજુદા નાટકો જોવા મળ્યા સાથે જ રંગમંચની ભાષા એની બોલી વિશેનું જ્ઞાન મેળવ્યું.

જ્યાં જીવનના પ્રથમગુરુ પદ્મભૂષણ પણીકરજી મળ્યા. જેમની આજ્ઞાથી કેરેલાનું ઉડીઅટ્ટમ નાટય શીખ્યો. ત્યારબાદ ગુરુજીનો કર્ણાટક ખાતે યક્ષગાન શીખવાનો આદેશ થયો. પછી બનારસ પાસે રામનગરની રામલીલા જોવાનો અવસર મળ્યો.ત્યારબાદ તૈયમ આર્ટફર્મ વિશે સવિસ્તર વાત કરી. આ સિવાય ભારતની બીજી અનેક નાટય સંસ્કૃતિ વિશે સવિસ્તર વાત કરી. ભારતીય રંગમંચને ત્રણ ભાષામાં વહેંચી શકાય નાટ્યમ અટ્ટમ અને લીલા. થિયેટરમાં બે વાત મહત્વની છે. એકટર પાત્ર અને એકટર ઓડિયન્સ રિલેશન.

થિયેટરમાં નટ અભિનય દ્વારા પ્રેક્ષકોને વાત પહોંચાડે છે. નટ એ ભક્ત છે અને પ્રેક્ષકો ભાવક છે. જે ભાવક સુધી પોતાનાં અભિનય દ્વારા ભાવ પહોંચાડે છે. આ સિવાય પ્રમોદ ભાઈએ નાટયશાસ્ત્રની ઘણી જ જાણવા લાયક વાતો પ્રેક્ષકો સમક્ષ વિડિયોનાં માધ્યમથી રજૂ કરી જે આપ કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર જોઈ શકો છો.જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે આ સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6 વાગ્યે લાઈવ જોઈ શકો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.