મનોજ જોષી, રોહિત રોય, શ્રીયા તિવારી અને શની પંચોલી જેવા દમદાર કલા
કારોની જબરદસ્ત એક્ટિંગ દર્શકોને ગમશે
શની પંચોલી, મનોજ જોશી, રોહિત રોય, શ્રીયા તિવારી કાસ્ટીંગ ગુજરાતી થ્રીલર અને ડ્રામા રોહિત રોય દિગ્દર્શીત ફિલ્મ આઈ એમ ગુજ્જુ એક અસામાન્ય સ્ટોરી લઈને આવ્યું છે. મોટાભાગે ગુજરાતીઓ ધંધાર્થીઓ અને વેપારી હોય છે અને સેના અને આર્મીમાં તો જોડાવાનું વિચારતા પણ નથી.
ત્યારે આઈ એમ ગુજ્જુ એવા ગુજરાતીની ફિલ્મ છે જેની દેશભક્તિની ભાવના તેને લશ્કરમાં રહી દેશની રક્ષા કરવા માટે પ્રેરીત કરે છે અને ખરા અર્થમાં દેશનું ગૌરવ વધારે છે. પરંતુ જયના આ સ્વપ્નને આડે તેના પિતાની ઈચ્છાઓ તેના દિકરાને પોતાનો વેપાર સંભાળવાનું કહે છે. પરંતુ અમદાવાદમાં થયેલા સીરીયલ બોમ્બ બ્લાસ્ટ જયની જીંદગી બદલી નાખે છે.
આ ફિલ્મમાં શની પંચોલી, રોહિત રોય અને ગુજરાતી ફિલ્મના બાદશાહ કહેવાતા એવા મનોજ જોષી જેવા દમદાર અભિનેતાઓ જોડાતા ફિલ્મ જબરદસ્ત ડ્રામા અને એકશનથી ભરપુર આ ફિલ્મ ઈમોશનલ તેમજ મસાલેદાર છે. ફિલ્મમાં જયના મિત્રોનો પણ સારો સહકાર મળે છે. ફિલ્મમાં સેક્ધડ હાફ વધુ સારો બનાવવા માટે મહેનત કરવામાં આવી છે. ફિલ્મને પહેલેથી લઈ છેલ્લે સુધી જકડી રાખે તેના માટે નાના ટ્વીસ્ટ અને છેલ્લે સરપ્રાઈઝ કલાઈમેકસ રાખવામાં આવ્યું છે.
પરંતુ ફિલ્મ જેટલી સારી એક્ટિંગ છે તેટલું જ શારૂ એડીટીંગ કરાયું હોત તો દર્શકોને સ્ક્રીન પ્લે સમયે જલસા પડી જાત. છેલ્લે ફિલ્મના કલાઈમેકસને જોવા માટે બાલકનીનો ખર્ચો કરી શકાય. અત્યાર સુધીના રેન્કિંગ મુજબ ફિલ્મને ૫ માંથી ૪.૫ સ્ટાર મળ્યા છે. જો તમે પણ એરલીફટ, લગાન અને રંગ દે બસંતી જેવી દેશભક્તિની ફિલ્મો જોવા માટે ટેવાયેલા હોય તો નવી ગુજરાતી ફિલ્મ આઈ એમ ગુજ્જુ તમને ખરેખર ગમશે.