અબતકના આંગણે આવેલા લોકગીતોના લીજેન્ડ ઓસમાણ મીર, અમીર મિર ની વિશ્વભરના ગુજરાતીઓને આ બંને ગીતો ને આવકારી શિરપાવ આપવા અપીલ

ગુજરાતી લોકસંગીત ભક્તિરસ ભજન અને સંતવાણીથી લઈ બોલીવુડ સુધીની સફરના સારથી ઓસમાણ મીર તેમના યુવાન પુત્ર અમીર અને જય ભાઈ ધીરવાણી ટીમે અબ તકની મુલાકાતે આવી મોરલિયા રાજા અને રાધા રશિયા ની નવી સુરીલી ભેટ ગુજરાત ,ગુજરાતી લોકસાહિત્યને સમગ્ર વિશ્વના ગુજરાત કર્ણપ્રિય પ્રેક્ષકો ને ભેટ આપવાની જાહેરાત સાથે આ બંને કૃતિઓને લોકપ્રિયતાની સિદ્ધિ સર કરવવા જગતભરના ગુજરાતીઓન અપીલ કરી છે

અબ તક ના સ્ટુડિયોમાં વરિષ્ઠ પત્રકાર સાહિત્ય કલા સંગીત અને પત્રકારત્વના ખેડાણ સાથે જોડાયેલા નિલેશભાઈ પંડ્યા સાથેની વાતચીતમાં ઓસમાણ ભાઈમીરે જણાવ્યું હતું કે “મારાંમોરલિયા રાજા” અને રાધા રસિયા બંને સોંગ પોતપોતાના ક્ષેત્રમાંએક નોખી અનોખી ભાત પાડનાર છે ,મોરલિયા રાજા અંગે મને વિશ્વાસ છે કે તે લગ્ન ગીતો નો ગ્રાન્ડ મોડલ સોંગ બની રહેશે, માત્ર ગુજરાતમાં જ નહીં ભારત અને સમગ્ર વિશ્વમાં લગ્ન ગીત તરીકે “મોરલીયા રાજા” ધૂમ મચાવશે આજ રીતે ગુજરાતી ફિલ્મ ગીત ક્ષેત્રે પ્રથમ એન્ટ્રી કરનાર મારા પુત્ર અમીર ના કંઠે ગવાયેલ “રાધા રસિયા” કૃષ્ણને રાધા ના પ્રેમ ઉપાસનાનું પ્રતીક બની રહેશે,

બોલિવૂડમાં રામલીલા ના મન મોર બની થનગનાટ થી લોકપ્રિય બનેલા ઓસમાણ મીર તેમના પુત્ર અમીર અને જય ભાઈ વધવાની એ જણાવ્યું હતું કે આવતીકાલે રવિવારે 22મી ના રોજ યુ ટ્યુબ માં તેમણે લખેલું ગીત “મોરલીયો રાજા” લોન્ચ થશે, અને 15 દિવસ બાદ તેમના પુત્ર અમીર અને ગાયિકા જાનવી નું વિડીયો સોંગ રાધા રશિયા લોન્ચ થશે ,આ બંને ગીત પોતપોતાના ક્ષેત્રમાં અલગ અલગ ભાત પાડનારછે, ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સામાજિક સંસ્કૃતિમાં લગ્નનું ખૂબ મોટું મહત્વ છે ત્યારે લગ્ન , ગીત વગર અધુરા રહે… વરરાજા એક દિવસના રાજા છે આપણે ત્યાં દીકરીઓના ગીત ખૂબ ગવાય છે પરંતુ વરરાજા બનેલા પુત્રને જોઈને પિતાની ઊર્મિની સંવેદના સાર્થક કરતું મોરલીયા રાજા વરરાજા ના બાપ ના હૈયા ના હરખ દર્શાવે છે, વરરાજા ને મોર ની ઉપમા આપીછે મોરની કલગી હોય તેમ વરરાજાનેસાફો પહેરવાની પરંપરા છે, વરરાજા નો વટ હોય એક દિવસનો રાજા ગણવામાં આવે છે… દીકરા ના લગ્ન ની સૌથી વધુ ખુશી બાપને હોય છે, મોરલીયા રાજાની પંક્તિમાં પણ આ ભાવ દર્શાવાયો છે,

મોરલિયા રાજા હો મોરલિયા રાજા તને આંખોમાં સમાવી પાંખોમાં છુપાવી દે ને રાજા. આ ગીતનો વિડિયો કમ્પોઝ ઓસમાણ મીરે પોતે જ કર્યું છે જ્યારે સંગીત મુંબઈના સંગીતકાર શ્રેયાંશ પૌરાણિક એ આપ્યું છે ત્રણ વર્ષ   અગાઉ બાજીરાવ, ગંગુબાઈ જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું છે ર આ ગીતમાં હનીફ અસલમ પણજોડાયા છે, આ ગીતનું શૂટિંગ અંધેરીમાં થયું હતું તેમજ વ્રજના પંડ્યા આરોહી અને જહાં તથા ઓસમાન મીર વગેરે “મોરલીયા રાજા”માં પોતાની કલા પીરસી છે ઓસ્માણભાઈ એ જણાવ્યું હતું કે મોરલિયા રાજા આ અંગે મને વિશ્વાસ છે કે આ ગીત લગ્નનું બ્રાન્ડ બની જશે

ઓસ્માણભાઈ મીરના યુવાન પુત્રઅમીર મીર, એ અનેક હિન્દી ફિલ્મોમાં સ્વર આપ્યો છે પ્રથમ વખત “રાધા રસિયા” વિડિયો સોંગમાં આમિર અને જાનવી શ્ર નો અવાજ સાંભળવા મળશે ,આ ગીત કૃષ્ણ ભક્તોને ખૂબ જ ગમી જશે, તેનું શૂટિંગ રાજકોટના પંચનાથ મંદિર પાસે આવેલ શ્યામ લાલજી ની હવેલી માં કરાયું છે ,સંગીત સાથે રાસની રમઝટ પણ જોવા મળશે રાધાજી નું પાત્ર મૂક્યો છે અને કૃષ્ણનું પાત્ર પણ એ જ હોવાની અનુભૂતિ જોવા મળશે 22મીના રવિવારે વરરાજાને બિરદાવતું મારા મોરલિયા રાજા રિલીઝ થશે અને15 દિવસ પછી ભક્તિપદ રાધા રસિયા નું લોન્ચિંગ થશે,

ઓસ્માણભાઈ એ વાતચીતમાં જણાવ્યું હતું કે અબતક જેવું માધ્યમ આજના નાનાથી લઇ મોટા કલાકારો માટે લોકપ્રિય બનવા ની સીડી બની રહે છે, તેમણે અબ તક ના માધ્યમથી ગુજરાતી પ્રજા ગુજરાતી  સાહિત્ય જાણનારા અને કલારસિકો ને આ બંને ગીતો માણવા અપીલ કરી હતી

આજના મોર્ડન યુગમાં લોકસાહિત્ય અને ભજનો તરફ યુવાનોને આકર્ષવાની ઓસમાણ મીર પાસે કંઈ જાદુઇ છડી ?

અબતક ના આંગણે આવેલા ઓસમાણ મીર સાથે નિલેશભાઈ પંડ્યાએ કરેલી મન ભરેલી વાતમાં ઓસમાણ મીર ભારે ખીલ્યા હતા.

ઓસ્માણભાઈ ભજન ભક્તિ સાહિત્ય જુનુ સંગીત હવે યુવાનો સાંભળતા નથી દૂર થતા જાય છે તેવી વાતો થાય છે પરંતુ તમને તો ખૂબ સાંભળે છે નવી પેઢીથી ને આકર્ષવા માટે તમારી પાસે કઈ જાદુઈ છડી છે?

જવાબ; ખરેખર લોકો કહે છે ભજન લોકસંગીત હવે લોકો નથી સાંભળતા પરંતુ મને લાગે છે કે હવે વધુ ને વધુ લોકોને લોકસાહિત સંગીત માં રસ જાગ્યો છે   લોક

ડાઉન

ખુલ્યું ત્યાર પછી ભજન અને લોક ડાયરામાં ઓછામાં ઓછી 40 હજારની મેદની ભેગી થાય છે.તાજેતરમાં જ સાવરકુંડલામાં તથાસ્તુ વિદ્યાપીઠ ના કાર્યક્રમમાં 40 હજારની મેદની ભેગી થઈ હતી મતલબ કે યુવાનો ને હવે મુળભુત સંસ્કૃતિ અને આપણા લોક સંગીતમાં રૂચિ વધતી જાય છે મારી પાસે કોઈ જાદુઈ છડી નથી હું તો બસ લોકોને ગમે તેવું ઉમદા પીરસવાનો પ્રયાસ કરું છું

બાપુ કલાકારોને ખૂબ પ્રોત્સાહન આપે છે? તમારું શું કહેવું છે ?

ઉતર; સો ટકા સાચી વાત છે પૂજ્ય મોરારીબાપુ કલાકારો કલાકારો આપણી સંસ્કૃતિ સાહિત્ય ને જીવંત રાખવા કાયમ પ્રોત્સાહન અને પ્રયાસ કરતાં રહે છે અને આશીર્વાદ આપતા રહીશું તો 26 વર્ષથી તેમના સાનિધ્યમાં છું દરેકને પ્રોત્સાહન આપે છે નવા ને પ્રેરણા ફક્ત અને દિગ્ગજોને માન સન્માન આપીને બાપુએ કલા અને કલાકારોને ખૂબ જ ઊંચા સ્થાને પહોંચાડી છે

અત્યાર સુધી ગુજરાતી લોકસંગીતનું કોઈ ભાવ પૂછતું નહોતું પરંતુ હવે તો બોલબાલા થઈ ગઈ છે આમ કેમ?

ઉતર: ગુજરાતી સાહિત્ય સંગીત કાયમ ઉચ્ચ ગુણવત્તા ધરાવતો પરંતુ ઘણા સમયથી તે હતું પણ જ્યારથી દિલ દે ચૂકે સનમ ઢોલી તારો .. ગીત આવ્યું ત્યારથી લોકો ને ગુજરાતી ગીત સંગીતમાં રસ પડ્યો મને ત્યારે જ મોર બની થનગાટ નો વિચાર આવ્યો હતો લીલી લીમડી જેવા ગીતો ગાયા સાત હિન્દી ફિલ્મો આપી હજુ ત્રણ-ચાર મુવી નું કામ ચાલુ છે શંકર દેવના પુત્ર સાથે પણ કામ ચાલુ છે યશરાજ મુવીમાં પણ ગીતો આપ્યા હિન્દી ફિલ્મના માધ્યમથી ગુજરાતી સાહિત્યને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ મળ્યું છે અને તેનો ખૂબ લાભ મળ્યો છે તે હકીકત છે

ગાયક કલાકાર માટે ફિલ્મોમાં પ્લેબેક અને સ્ટેજ પર ગાવા માં કેટલો ફરક ?

ઉતર:: કલાકાર માટે વેલ પરફોર્મન્સ માટે મહે નત કરવી જ પડે ,રેકોર્ડિંગમાં સ્ટુડિયો ની અંદર ચાર મિનિટ ના ગીત માં અઢી મિનિટ મ્યુઝિક અને દોઢ મિનિટમાં ગાવાનું હોય ..બંધ કેબિનમાં જે કલાકાર માટે પ્લે બેક આપવાનું હોય તેના હાવભાવ માં કોઈ કચાશ ન રહે તેવી તકેદારી રાખીને ગીત ગાવાનું હોય, જે ઘણું અઘરું છે..

આજ રીતે સ્ટેજ પર પર્ફોમન્સ આપતી વખતે લાઈવ ઓડીયેન્સ સાથે આંખો મેળવવાની હોય તેમને રાજી કરવા ના હોય આ પણ અઘરું કામ છે સ્ટેજ પર્ફોર્મન્સ અને સ્ટુડિયો સિંગ અલગ છે પરંતુ બંને સહેલા તો નથી જ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.