કોંગ્રેસ ત્રણ લોકોના ઘૂંટણીયે પડી ગઈ છે, કોંગ્રેસ મુકત ભારત એટલે અને બેરોજગારી મુકત ભારત: કોણ મુખ્યમંત્રી કે ધારાસભ્ય બને છે તે જરૂરી નથી પરંતુ અડીખમ ગુજરાત ઢીલુ ન પડે અને વિકાસને ઉની આંચ ન આવે તે જોવાની જવાબદારી ગુજરાતવાસીઓની છે
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે આજે ૬૯ રાજકોટ પશ્ર્ચિમ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે કેન્દ્રીય નાણામંત્રી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના રાષ્ટ્રીય ઈન્ચાર્જ અ‚ણ જેટલીની ઉપસ્થિતિમાં શહેરના બહુમાળી ભવન ચોક ખાતે યોજાયેલી એક જંગી જાહેરસભામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી વંદન કર્યા બાદ સભા સ્થળે ઉપસ્થિત તમામ ધર્મના સાધુ સંતોના આશિર્વાદ લીધા બાદ જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે, હું રાજકોટના ખોળામાં મોટો થયો છું, રાજકોટમાં કોઈને હરાવવા માટે નથી આવ્યો પરંતુ રાજકોટવાસીઓના દિલ જીતવા માટે આવ્યો છું, હંમેશા રાજકોટની સેવા કરતો રહીશ તેવી ખાતરી આપુ છું, પાંચ વર્ષમાં મારાથી બનતા તમામ કામો કરીશ અને રાજકોટને સ્માર્ટ, આધુનિક અને સુવિધાસભર શહેર બનાવવા માટે પરિશ્રમની પરાકાષ્ટા સર્જી દઈશ.સભાને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આજે કાર્યકર્તાઓના વિશાળ દ્રશ્યોને જોતા એવું લાગી રહ્યું છે કે, ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૦થી વધુ બેઠકો જીતશે તે વાત નિશ્ર્ચિય બની ગયું છે. આ વખતે એવું વાવાઝોડુ આવશે કે કોંગ્રેસના મુડીયા જળમુળથી ફેકાઈ જશે. રાજકોટની જળ સમસ્યાનો કાયમી ધોરણે નિકાલ લાવવા માટે આજી ડેમમાં માં નર્મદાનું આગમન થયું છે. આજે સવારે હું માં નર્મદાની પૂજા-અર્ચના કરીને આવ્યો છું અને ત્યાં એવી પ્રાર્થના કરી છે કે રાજકોટની પાટીની સમસ્યા કાયમી ધોરણે હલ કરી દેજો અને રાજકોટને કરી દેજો. સેવાનો અવિરત યજ્ઞ ચલાવતા રણછોડદાસ બાપુ આશ્રમે મેં રણછોડદાસજીના પણ દર્શન કર્યા છે. રાજકોટને તમામ પ્રકારની સુવિધાઓ મળે તેવી પ્રાર્થના કરી છે.કોંગ્રેસને આડેહાથ લેતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ભાજપ વિકાસની રાજનીતિને લઈને આવ્યો છે. વિકાસ એવો જંજાવતી બની ગયો છે કે કોંગ્રેસની ઉંઘ જ જાણે હરામ થઈ ગઈ હોય. દેશના વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદી સત્તા‚ઢ થયા બાદ ત્રણ વર્ષમાં દેશમાં યોજાયેલી અલગ અલગ ૨૦ ચૂંટણીઓમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. કોંગ્રેસ માટે વિકાસ ભલે મજા હોય પણ ભાજપ માટે વિકાસ મીજાજ છે. વિકાસથી ગરીબોને ધુમાડા મુકત રસોડા મળ્યા છે અને ગેસના બાટલા પ્રાપ્ત થયા છે. ગરીબોના ઘરમાં શૌચાલય બન્યા છે અને ભાજપે ગરીબોને ઈજ્જત આપી છે. ગામડાઓમાં ૨૪ કલાક અજવાળા પણ ભાજપે જ આપ્યા છે. કોંગ્રેસના શાસનમાં રસ્તાઓ પર ખાડા હતા જેના કારણે ખાડાની કોઈ ચર્ચા થતી ન હતી. ભાજપે રાજમાર્ગોની સીકલ ફેરવી નાખી છે જેના કારણે હવે ખાડાની પણ ચર્ચા થઈ રહી છે.૧૯૯૫ પહેલા ૪૫ વર્ષ સુધી કોંગ્રેસે ગુજરાતમાં શાસન કર્યું હતું. ત્યારે છાશવારે કોમી રમખાણો થતા હતા અને ૧૬૫ દિવસમાં ૨૦૦ દિવસ સુધી કફર્યુ રહેતા હતા. અષાઢી બીજની રથયાત્રા કે તાજિયા કે મર્હુરમના જુલુસ નીકળતા ન હતા. કોંગ્રેસના શાસનમાં એવા બોર્ડ લાગતા હતા કે, કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થાય છે. પરંતુ ૨૦૦૧ પછી ગુજરાતમાં કયારેય કફયુર્ં લાગ્યો નથી અને રાજયની જનતાને સૌનો સાથ અને સૌનો વિકાસ જોઈએ છે તે ચરિતાર્થ થઈ ગયું છે. વિકાસ ગુજરાત અને મોદી એક બીજાના પર્યાય બની ગયા છે. ગુજરાતવાસીઓના મુળ પણ વિકાસલક્ષી છે. ભાજપ સરકારે ગૌહત્યા પર પ્રતિબંધ લાદયો, હુંકાબાર પર પ્રતિબંધ મુકયો, સુચિત સોસાયટીઓને પણ નિયમીત કરી છે, ખેડૂતોને પૂરા ભાવ મળે તેની ચિંતા કરી છે. અયોધ્યામાં રામ, યુવાનોને કામ, કિશાનોને દામ અને મહેંગાઈ પર લગામ એ ભાજપનું સૂત્ર રહ્યું છે. કોંગ્રેસ સત્તા હાસલ કરવા માટે આઉટ સોર્સીંગ કરી રહી છે અને ત્રણ લોકોના ઘુંટણીયે પડી ગઈ છે.કોંગ્રેસ મુકત ભારત એટલે ગરીબી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી મુકત ભારત, કોણ મુખ્યમંત્રી કે ધારાસભ્ય બનશે તે વાત ગૌણ છે અડીખમ ગુજરાત ઢીલુ ન પડે અને વિકાસને ઉની આંચ ન આવે તેની જવાબદારી ગુજરાતવાસીઓની છે. હાલ ગુજરાતનો ગોલ્ડન પીરીયડ ચાલી રહ્યો છે. દસ વર્ષમાં યુપીએ શાસને ગુજરાતને ખુબજ અન્યાય કર્યો છે. હવે કેન્દ્રમાં ગુજરાતના હિતવાળી મોદી સરકાર બેઠી છે ત્યારે મોસાળે જમણ અને માં પિરસનાર જેવો સુવર્ણ માહોલ રચાયો છે. ભાજપની ૧૫૦થી વધુ બેઠકવાળી સરકાર રચી વિકાસને ચરમસીમાએ પહોંચાડવા તેઓએ તાકીદ કરી હતી. સાથો સાથ વધુ એકવાર એ વાત દોહરાવી હતી કે રાજકોટના ખોળામાં તે મોટા થયા છે. રાજકોટમાં કોઈને હરાવવા નહીં પરંતુ રાજકોટવાસીઓના દિલ જીતવા આવ્યા છે. રાજકોટની સેવા કરવા માટે કોઈ પાછીપાની નહીં કરું તેવી પણ ખાતરી આપી હતી.