ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત અને આચાર સંહિતા લાગૂ થયા પહેલા બીજેપી પોતાના પક્ષમાં માહોલ બનાવવા માટે અથાગ મહેનત કરી રહી છે. જેના કારણે પાર્ટી ગુજરાત ગૌરવ યાત્રાના સમાપન પર આજે એક મોટા સંમેલનનું આયોજન કરી રહી છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત પાર્ટી અધ્યક્ષ અમિતશાહ હાજર રહેશે.

પીએમ નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવશે. પીએમ મોદી બીજેપી કાર્યકર્તાઓ સાથે ગુજરાત ગૌરવ મહાસંમેલનને સંબોધિત કરશે. બીજેપીની ગુજરાત ગૌરવ યાત્રાના સમાપન પર આ સંમેલન આયોજિત કરવામાં આવી રહ્યું છે. સંમેલન બપોરે 3 વાગે શરૂ થશે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ જીતૂ વાઘાણીએ જાણકારી આપી છે કે, વડાપ્રધાન ‘ગુજરાત ગૌરવ મહાસમ્મેલનને’ સંબોધિત કરશે.

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતાં લખ્યું કે, “દશકાઓ સુધી ભાજપને આશીર્વાદ આપવા માટે હું ગુજરાતના લોકો સામે નત:મસ્તક છું. અમે પૂરી શક્તિ અને પુરૂષાર્થથી હંમેશા દરેક ગુજરાતીના સ્વપ્નને પૂરા કરીશું.” વિધાનસભા ઈલેક્શનમાં ઉતરવા જઈ રહેલા અને ગુજરાતની વારંવાર મુલાકાત કરી રહેલ નરેન્દ્ર મોદીએ વધુ એક ટ્વિટ કરીને લખ્યું કે, બે ગુજરાત ગૌરવ યાત્રાઓથી જનશક્તિનું જોશ સામે આવ્યો અને વિકાસ સુશાસનની રાજનીતિમાં ગુજરાતનું દ્રઢ વિકાસ નજરે પડ્યું.

જીતૂ વઘાણીએ કહ્યું કે, 15 દિવસની ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆત 1 ઓક્ટોબરે થઈ હતી અને આમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ભાગ લધો. યાત્રા દરમિયાન 4471 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું અને આ ગુજરાત વિધાનસભાની 182 સીટોમાંથી 149 સીટોના વિસ્તાર પર થઈને પ્રસાર થઈ.

જીતૂ વાઘાણીએ વધું જણાવતા કહ્યું કે, વડાપ્રધાન ભટ ગામમાં ગુજરાત ગૌરવ મહાસંમેલનમાં લગભગ સાત વાખ બીજેપી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. તેમને જણાવ્યું કે, આ દરમિયાન ગુજરાતના વિજય રૂપાણી, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને અન્ય નેતા હાજર રહશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.