કેન્દ્રીય મંત્રી રવીશંકર પ્રસાદ આજે ગુજરાત ગૌરવ યાત્રામાં ઉપસ્થિત રહેશે
હું ગુજરાતનો ના ની પણ પ્રજાનો સેવક છું. હું સી.એમ – કોમનમેન ગઇકાલે હતો, આજે છું અને આવતીકાલે પણ રહેવાનો છું. તેમ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ઠાસરા ખાતે ગૌરવયાત્રા પ્રસંગે યોજાયેલી જનસભાને સંબોધતા જણાવ્યું. હતું. મુખ્યમંત્રીએ પ્રજા અને સરકાર વચ્ચેય એક પરિવારનો નાતો હોય છે તેમ જણાવી કહયું હતું કે સત્તા એ સેવાનું સાધન છે એ માણવાનું ની. ગરીબ, દલિતો, પીડિતો, શોષિતો, વંચિતો-આદિવાસી સૌના વિકાસ માટે સરકાર પ્રજાના સેવક તરીકે કામ કરી રહી છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં સૌને ઘરનું ઘર મળે મો છત હોય એ આપણી સરકારનો નિર્ધાર છે. રાજયનો કોઇ ગરીબ ભૂખ્યો ન સુવે તે માટે રાહતદરે ઘઉં, ચોખા જેવા અનાજનું વિતરણ કરવામાં આવે છે. ખેડૂતોને સિંચાઇના પાણી, વિજળીની સુવિધા સો તેમના ખેત ઉત્પાદનોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જેથી ખેડૂતોને ર્આકિ નુકશાન ન થાય. યુવાનોની આ સરકારે રોજગારી અને ઉચ્ચમ શિક્ષણ માટેની યોજનાઓ અમલમાં મુકી છે. કોલેજના વિર્દ્યાથીઓને ટોકન કિંમતે ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું છે. તો ૮૦ હજાર બેરોજગારોને સરકારી નોકરી અને ૧૦ લાખ જેટલા યુવાનોને મેન્યુફેકચરીંગ અને સર્વિસ એકમોમાં રોજગાર આપીને હર હા કો કામ સુત્રને સરકારે ર્સાક કર્યું છે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે પારદર્શક અને સંવેદનશીલ રાજય સરકારે પ્રજાની લાગણી અને માંગણી મુજબના વિકાસ કાર્યો ઝડપ થી નિર્ણય લઇને પૂરા કર્યા છે. નવા બનેલા તાલુકાઓમાં પ્રજાકીય સવલતો ઉપલબ્ધ થાય તે માટે કામોની મંજૂરી આપી ત્વારીત રીતે પૂરા કર્યા છે. ઠાસરા તાલુકામાં રૂ.૧૫ કરોડ થી વધુના ખર્ચે ગ્રામીણ રસ્તાીઓ મંજૂર કર્યા છે. ગામડે ગામડે અને રાજયના દરેક શહેરી વિસ્તા૧રોમાં પાયાની સગવડોની આપૂર્તિ કરવામાં આવી છે. જેને કારણે ગૌરવયાત્રાને પ્રજાનો ઠેર ઠેર આવકાર અને ભરપૂર પ્રેમ મળી રહયો છે. ઠાસરાની જાહેરસભામાં ગૌરવયાત્રાના ક્ધવીાનર ગોરધનભાઇ ઝડફિયા અને ઠાસરાના ધારાસભ્ય તેમજ અમૂલ ડેરીના ચેરમેન રામસિંહભાઇ પરમાર તા સાંસદ દેવુંસિંહ ચૌહાણે પ્રાસંગિક ઉદ્દબોધનો કર્યા હતા.
આજે શુક્રવારે ગુજરાત ગૌરવ યાત્રા, અમદાવાદ અને સુરેન્દ્રનગર, બોટાદ, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના નૃતત્વમાં સૌરાષ્ટ્ર ભાવનગર ન ભાઈ પટેલની જીલ્લામાં તથા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના નેતૃત્વમાં મધ્ય ગુજરાતના ખેડા અને આણંદ જીલ્લામાં પ્રજાજનોનું અભિવાદન ઝીલશે. કેન્દ્રીય મંત્રી રવીશંકરપ્રસાદ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાજી તા નરેશ કનોડીયા ખેડા તા આણંદ જીલ્લાની ગૌરવ યાત્રામાં ભાગ લેશે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા સૌરાષ્ટ્રમાં ગૌરવ યાત્રામાં જોડાશે. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના નેતૃત્વમાં સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને અમદાવાદ જીલ્લામાં ૫ વિધાનસભા ક્ષેત્રોમાં ૧૫૦ કિલોમીટર અંતર કાપશે, તે દરમ્યાન વલ્લભીપુર, બરવાળા, બોટાદ, રાણપુર અને લીંમડી ખાતે જાહેરસભા યોજાશે તા ૫ સનો પર સ્વાગત થશે.