રાજકોટ : સીમ કાર્ડમાં કેવાયસી અપડેટ કરવાનું કહી વેપારી સાથે રૂ.૭.૯૯ લાખની કરી ઠગાઈ
રાજકોટમાં મોબાઈલ કંપની નું નામ આપી સીમકાર્ડ માં કેવાયસી અપડેટ કરવાનું કહી વેપારીને ખોટી ઓળખ આપી શખ્સે રુ.૭.૯૯ લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાતા ક્રાઈમ પોલીસે આરોપીને સામે ગુનો નોંધી તેને પકડી લેવા તપાસ હાથધરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ ૧૫૦ ફુટ રીંગ રોડ પર નાણાવટી ચોક પાસે ભરતવંશી વિસ્તારમા રહેતા વેપારી રોહીતભાઈ શિવલાલભાઈ વેકરીયા ગત તા.૧૭/૪ના રોજ સંતોષપાર્ક રોડ પર ઓમક્રાઈમ એન્ટરપ્રાઈઝ નામની તેની ઓફિસે હતા ત્યારે અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો જેમા તમારુ સીમ કાર્ડ કેવાયસી નહીં કરાવો તો બંધ થઈ જશે જેથી ફોન કરતા તેને વોડાફોન કંપનીના જોનલ ઓફિસરની ઓળખ આપી એપ્લીકેશન ડાઉનલોડ કરવાનુ કહી રુ.૧૦નું રીચાર્જ કરવાનુ કહેતા તેને બેંકીગ મારફતે રીચાર્જ કરાવ્યાના રુ.૧૦નું રિચાર્જ કરાવ્યાના ૧૦ મીનીટના અંતરે કુલ રૂ.૭.૯૯ ટ્રાંજેકશન થઈ ગયાનો મેસેજ આવતા તેની સાથે ઠગાઈ થયાની જાણ થતા તુરત જ સાયબર હેલ્પલાઈન પર ઓનલાઈન જાણ કરી હતી બનાવને પગલે સાયબર ક્રાઈમ અજાણ્યા શખ્સ વિરુદ્ધ નોંધી કાર્યવાહી કરી છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે વેપારીને દસ રૂપિયા નું રીચાર્જ કરવાનું કહેવામાં આવ્યું હતું જ્યારે ઓટીપી આપી વેપારીએ રિચાર્જ કર્યા બાદ તેનામાં એક સાથે વારાફરથી 10 ઓટીપી આવ્યા હતા જેથી તેનો ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો પરંતુ દસ મિનિટમાં જ તેના ખાતામાં લાખોના ટ્રાન્જેક્શન થઇ ગયા હોવાનું તેને જણાતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.