આજે હ્યુન્ડાઇ મોટર્સ દ્વારા ૨૦૧૭ વર્ના કાર લોન્ચ ‚.૭.૯૯ લાખ અને ડિઝ વર્ઝનની કિંમત ૯.૧૯ લાખ રૂપીયા રાખવામાં આવી છે. માત્ર પ્રથમ ૨૦,૦૦૦ ખરીદદારોને જ આ કિંમત પર આ કાર  અપાશે.

ડિઝાઇન :

– વર્નાના નવા વર્ઝનમાં ડિઝાઇન પર ખૂબ જ ધ્યાન આપવામાં આવ્યું છે. કાસ્કેડિંગ ફ્રંટ ગ્રીલ, પ્રોજેક્ટર અને કોર્નરિંગ હેડલાઇટ્સ, પ્રોજેક્ટ ફોગ લેમ્પ્સ અને એલઇડી ટેલ લેમ્પ્સ જેવા ઘાસુ ફીચર્સ આ કારની ડિઝાઇનમાં જોવા મળશે.

– આ સિવાય લંબાઇ, વ્હિલ બેસ અને ટ્રંક સ્પેસ પણ વધારવામાં આવી છે. ૧૬ ઇંચના ડાયમંડ કટ  એલોય લુક વધુ આકર્ષક બનાવે છે.

એન્જિન :

– વર્નામાં 1.6 ડ્યુઅલ VTVT પેટ્રોલ અને1.6 VGT ડિઝલ એજિંન આવશે. આ પેટ્રોલ એંજિન 123 Ps પાવર અને 15.4 KGM ટોર્ક એંજિન 123 Ps પાવર અને 15.4 KGM ટોર્ક જનરેટ કરશે જ્યારે ડિઝલ એંજિન 123 Ps અને 26.5 KGM ટોર્ક જનરેટ કરશે.

– પેટ્રોલ ઓટોમેટિક વર્ઝનમાં 15.92 KMPL અને પેટ્રોલ મેન્યુઅલ વર્ઝનમાં 17.70 KMPLએવરેજ મળશે.

– ડિઝલ ઓટોમેટિક વર્ઝનમાં એવરેજ 21.02 KMPL છે જ્યારે ડિઝલ મેન્યુઅલ વર્ઝનમાં 24.75 KMPLએવરેજ મળશે.

બોડી સ્ટ્રક્ચર :

લોન્ચિંગ દરમિયાન કંપનીના MD અને CEO YK KOO એ જણાવ્યું હતું કે ‘ ભારતીય કાર ચાહકોને આકર્ષવા માટે વર્ના અને પરફેક્ટ કાર પુરવાર થશે. આ કારનો ડિઝાઇન ભવિષ્યનો છે. તેમજ બોડી સ્ટ્રક્ચર પણ લાજવાય છે.’

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.