Automobile News : Hyundaiએ ભારતમાં ન્યુ i20 Sportz મૉડલ લૉન્ચ કર્યું છે. જેની શરૂઆતી કિંમત રૂ. 8.73 લાખ રૂપિયા છે. આ મોડેલ સ્પોર્ટ્ઝ ટ્રીમ પર આધારિત છે. તેને ફક્ત મેન્યુઅલ ગિયરબોક્સ સાથે ઓફર કરવામાં આવી છે. તેમાં સિંગલ અને ડ્યુઅલ ટોન બંને કલર વિકલ્પો સાથે ઉપલબ્ધ છે. પરંતુ ડ્યુઅલ-ટોન વેરિઅન્ટ મા (High range) સાથે જોવા મળી છે. તેની કિંમત રુ. 8.88 લાખ રૂપિયા છે.
i20 Sportz માં (1.2) લિટર પેટ્રોલ સાથે તેનું એન્જિન જોવા મળ્યું છે. જે (82) હોર્સપાવર અને (115 Nm) ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન સાથે (5) સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ જોવા મળી છે. ન્યુ i20 Sportz મૉડલ બેઝ (Sportz) મૉડલ ની રેન્જ કરતા ₹ 35,000 ના વધારા સાથે જોવા મળી છે. ત્રણ નવા ફીચર્સ જેમ કે (વાયરલેસ ચાર્જર) (લેધરેટ ડોર) (આર્મરેસ્ટ) અને (સનરૂફ) સય્થે જોવા મળી છે.
i20 કુલ પાંચ ટ્રિમ્સમાં જોવા મળે છે. (Era) (Magna) (Sportz) (Asta) અને (Asta-O) જેની કિંમત ₹ 7.04 લાખથી ₹ 11.21 લાખ જોવા મળી છે. હવે આમાં i20 Sportz (O) પણ ઉમેરવામાં આવે છે. તે માર્કેટમાં (Maruti Baleno) અને (Tata Altroz) સાથે સ્પર્ધા મા જોવા મળી છે. જો કે આ પૈકી (Maruti Baleno) નું વેચાણ વધ તું જોવા મળ્યું છે.
(Baleno) ની કિંમત રૂ. 6.61 લાખથી રૂ. 9.88 લાખ જોવા મળી છે. તે (સિગ્મા) (ડેલ્ટા) (ઝેટા) અને (આલ્ફા ટ્રીમ્સ) ઉપલબ્ધ જોવા મળી છે. તે 6 રંગોમાં ઉપલબ્ધ છે (નેક્સા બ્લુ) (પર્લ આર્કટિક વ્હાઇટ) (ગ્રાન્ડ્યુર ગ્રે) (સ્પ્લેન્ડિડ સિલ્વર) (ઓપ્યુલન્ટ રેડ) (લક્સ બેજ) અને (પર્લ મિડનાઈટ બ્લેક) તેમાં (1.2-લિટર) પેટ્રોલ એન્જિન સાથે જોવા મળી છે.
(Hyundai) જાન્યુઆરી 2024માં તેનું અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ જોવા મળ્યું છે. ગયા વર્ષના જાન્યુઆરી ની સરખામણી મા આ વર્ષે 14% વધુ વાહનોનું વેચાણ થયું છે. જાન્યુઆરી 2023માં (50,106) વાહનોનું વેચાણ થયું હતું. જ્યારે આ વર્ષે જાન્યુઆરીમાં આ સંખ્યા વધીને (57,118) થઈ ગઈ છે.